અમદાવાદ, તા.૨૪
ભાજપાના પ્રચાર-પ્રસાર માટે ખાસ તૈયાર કરાયેલ નવિનતમ વ્યવસ્થાઓના પાંચમાં પ્રકાર એવા ૨૫ એલ.ઇ.ડી. રથનું આજરોજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપાના થલતેજ સ્થિત મીડિયા સેન્ટર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. ભાજપા દ્વારા તૈયાર કરાયેલ એલ.ઇ.ડી. રથ રાજ્યના તમામ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર-પ્રસાર કરશે. ભાજપાની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સમાજસેવા માટે કરેલા કાર્યોની માહિતી પ્રજાની વચ્ચે પહોચાડશે. આજરોજ ૨૫ એલ.ઇ.ડી. રથના પ્રસ્થાન પ્રસંગે પ્રદેશ પ્રવક્તા ભરતભાઇ પંડયા, યમલ વ્યાસ, મીડિયા ઇન્ચાર્જ ડૉ. હર્ષદ પટેલ, પ્રચાર-પ્રસાર ટીમના સભ્યો મહેશ કસવાલા, દક્ષેશ શાહ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.