(સંવાદદાતા દ્વારા) કોડિનાર, તા.૧૮
૯ર કોડિનાર (અ.જા.) વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે ભાજપને કારમો પરાજય આપી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લઈ, રર વર્ષથી ભાજપનો ગઢ ગણાતી કોડિનાર બેઠક કબજે કરી કોંંગ્રેસે ભવ્ય વિજય નોંધાવ્યો છે.
કોડિનાર વિધાનસભા ચૂંટણીની આજે યોજાયેલી મતગણતરીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઈ વાળાનો ૧૪૭૬૦ મતોની સરસાઈથી વિજેતા જાહેર થયા હતા. કોડિનાર બેઠક ઉેપર કોંગ્રેસના મોહનભાઈ વાળાને ૭૧૮૦૯ મત જ્યારે ભાજપના ઉમેદવાર રામભાઈ વાઢેરની પ૭૦૪૯ મત મળ્યા હતા. જ્યારે નોટાને રર૬૮ મતો મળ્યા હતા. ૧૪૭૬૦ મતોથી વિજયી બનેલા કોંગ્રેસના મોહનભાઈ વાળા અને તેમના સમર્થકો દ્વારા પેઢાવાડા ગામની કોડિનાર સુધી વિજય સરઘસ કાઢી આતશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપ દ્વારા કોડિનાર બેઠક જાળવી રાખવા અથાગ પ્રયત્નો કરાયા હતા. ભાજપનાં રામભાઈ વાઢેરના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા યોજવા છતાં ભાજપ પોતાનો ગઢ જાળવી રાખવા નિષ્ફળ નિવડી હતી.