(એજન્સી) જયપુર, તા.૮
નિર્વાચન આયોગે શુક્રવારે વિધાનસભાની પાલી સીટના રિટર્નિંગ અધિકારીને હટાવવાનો આદેશ આપ્યો છે. ભાજપના એક ઉમેદવારના ઘરમાં ઈવીએમ મશીન મળી આવતા આ કાર્યવાહી કરાઈ. ચૂંટણીપંચે કહ્યું હતું કે, એક અધિકારી ઈવીએમ લઈ ઉમેદવારના ઘરે ગયો હતો. ત્યારબાદ અધિકારીને હટાવી દેવાયા હતા. પાલીના રિટર્નિંગ અધિકારી મહાવીરને પણ હટાવી દેવાયા. બીજી તરફ જોધપુરના રાકેશને કાર્યભાર સંભાળવા જણાવાયું હતું. ભાજપના ઉમેદવારના ઘરમાં ઈવીએમનો વીડિયો વાયરલ થતાં આ કાર્યવાહી કરાઈ હતી. રાજસ્થાનમાં ૭ ડિસેમ્બરે ૧૯૯ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. ૭૪.૦ર ટકા મતદાન થયું હતું. ગત ચૂંટણીમાં ૭પ.ર૩ ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન ત્રણ નાની ઘટનાઓ ઘટી હતી. તેમ ડીજીપીએ જણાવ્યું હતું.