(એજન્સી) દહેરાદૂન, તા.૧૦
ભાજપના વધુ એક નેતાનો હાથમાં તમંચો સાથે દારૂ પીને છાકટા બની ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. ઉત્તરાખંડના ધારાસભ્ય કુંવર પ્રણવસિંહ ચેમ્પિયન તેમના બંને હાથોમાં બંદૂકો ટેરવા પર રાખી ઉછાળતા ફિલ્મ ગીતોની ધૂન સાથે ઝૂમી રહેલા નજરે પડે છે. જેનો વીડિયો વાયરલ થયો હતો.
યુપીના ખાનપુરના ભાજપના ધારાસભ્ય કુંવર પ્રણવ સિંહ ચેમ્પિયન શરાબના નશામાં હોવાનું કહેવાય છે. વીડિયો ક્યારનો છે તેની પુષ્ટી કરાઈ નથી. વીડિયો વાયરલ થયા બાદ ચર્ચાસ્પદ બન્યો હતો. ધારાસભ્ય બંને હાથોમાં બંદૂક ઉછાળતા ડાન્સ કરતા જવા મળ્યા હતા. એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં બે પિસ્તોલ હતી. ૧.૪પ મિનિટના વીડિયોમાં ધારાસભ્ય સાથે અન્ય લોકો પણ હતા.
પોલીસે કહ્યું કે અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ કે શસ્ત્રો લાયસન્સવાળા છે કે નહીં. ચેમ્પિયને ખુલાસો કર્યો છે કે વીડિયો ત્રણ વર્ષ પહેલાંનો છે. જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા. તેમની છાપ ખરાબ કરવા ભાજપના લોકોએ જ આ વીડિયો વાયરલ કર્યો છે. પત્રકારને ધમકી આપવાના મુદ્દે ચેમ્પિયનને પક્ષમાંથી ત્રણ માસ માટે સસ્પેન્ડ કરાયા હતા. ર૦૧૬માં હરીશ રાવત સરકાર સામે ચેમ્પિયન સહિત ૯ ધારાસભ્યોએ બળવો કર્યો હતો. વીડિયોમાં ચેમ્પિયન વલ્ગર અવસ્થામાં હાથમાં બંદૂકો લહેરાવતા ડાન્સ કરતા હતા. તેમના ટેકેદારો તેમને પાણી ચડાવતા હતા. તેઓ કહેતા હતા કે તમેજ આમ કરી શકો છો. ભાજપે ચેમ્પિયન સામે અગાઉ પગલા ભર્યા હતા. પરંતુ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઈ નથી.