અમદાવાદ, તા.૨૪
ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ૨૫ નવેમ્બર, ૨૦૧૭ના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસે જશે. ભૂપેન્દ્ર યાદવ સાથે ભાજપાના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તેમજ સાંસદ શંભુપ્રસાદ ટુંડીયા અને સાંસદ ઓમ બિરલાજી જોડાશે. ભૂપેન્દ્ર યાદવ અમરેલી જિલ્લાના ભાજપા કાર્યાલય ખાતે સવારે ૧૦-૪૫ કલાકથી અમરેલી વિધાનસભા, રાજુલા વિધાનસભા અને લાઠી વિધાનસભાના કાર્યકરો સાથે બેઠક કરશે. બપોરે ૨-૩૦ કલાકે ગાયત્રી મંદિર, ધારી રોડ, ચલાલા ખાતે ધારી વિધાનસભા અને સાવરકુંડલા વિધાનસભાના કાર્યકરો સાથે બેઠક કરી સાંજે અમદાવાદ પરત થશે. એમ ભાજપ પ્રદેશ મીડિયા સેવાની યાદીમાં જણાવ્યું છે.