(એજન્સી) જયપુર, તા.૧૩
રાજસ્થાન ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે નારાજ વસુંધરા સરકારના મંત્રી સુરેન્દ્ર ગોયલે ધારાસભ્ય પદેથી તેમજ ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેઓ જૈતારણ ક્ષેત્રના ધારાસભ્ય હતા. મંત્રીએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું કે, હું સુરેન્દ્ર ગોયલ ભાજપનો ધારાસભ્ય પક્ષમાંથી રાજીનામું આપું છું. મારું રાજીનામું સ્વીકાર કરશે. રવિવારે ભાજપે ૧૩૧ ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ર૬ વિધાયકોની ટિકિટ કપાઈ છે. જેમાં મંત્રી ગોયલની પણ ટિકિટ કપાઈ છે. ર૦૦ બેઠકોમાંથી ૧૩૧ની ટિકિટ જાહેર કરાઈ છે.