વઢવાણ, તા.૨૦
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની આજે પ્રમુખ-ઉપપ્રમુખ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસનું શાસન જ હતું. જેમાં અગાઉ પ્રમુખ પદે ચેતનભાઈ ખાચર રહેલા હતા જ્યારે તેમની ટર્મ પૂર્ણ થતાં આજે ફરીવાર કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયત રહી છે અને જાણકાર વર્તુળો દ્વારા જણાવેલ વિગતોમાં હરીફ અને વિરોધપક્ષ તરીકે રહેલા ભાજપના એકપણ ઉમેદવાર કે સભ્યો આ પ્રક્રિયા સમયે હાજર રહ્યા ન હતા. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કલ્પનાબેન ધોરિયા કો.પ.સર્વાનુમતે નક્કી કરાયા છે જ્યારે ઉ.પ્રમુખ પદે કાન્તીભાઈ માળિયા થયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઉપર અગાઉના પ્રમુખ ચેતન ખાચર અને એમની ટીમ દ્વારા સત્તા પરિવર્તન થવાના સ્વપ્ન ચકનાચુર કરી અને કોંગ્રેસની સત્તા જ જાળવી રાખવામાં પાવરધા સાબિત થયા છે. વઢવાણ-ચોટીલા-પાટડી, મુળી તાલુકા પંચાયતમાં ભાજપ સત્તા ઉપર રહી છે. આમ, જ્યાં જ્યાં કોંગ્રેસ હતી ત્યાં કોંગ્રેસે જ શાસન જાળવ્યું છે જ્યાં ભાજપનું શાસન હતું ત્યાં ભાજપ શાસનમાં રહી છે ત્યારે સત્તા ઉપર હોવા છતાં કોંગ્રેસને કોઈ ફેર પડ્યો નથી અને સત્તામાં જ્યાં જ્યાં કોંગ્રેસ હતી ત્યાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખો ચૂંટાયા છે જ્યારે ભાજપના ફાળે પાંચ અને કોંગ્રેસના ફાળે પાંચ તાલુકા પંચાયત ઉપર સત્તા મેળવેલ છે.