(એજન્સી) ચંદીગઢ, તા. ૭
હરિયાણા ભાજપ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ અને તેના મિત્ર પર એક છોકરી દ્વારા પીછો કરીને છેડતી કરવાનો આક્ષેપ થયાના બે દિવસ બાદ ઉલટા ચોર કોટવાલને દંડે તેમ ભાજપના એક ટોચના નેતાએ એવો બફાટ કર્યો કે મહિલાઓએ અડધી રાતે ઘર બહાર નીકળવાની શું જરૂર છે. પીડિતાનું નામ વર્ણિકા કુંદુ છે અને તે આઈએએસ અધિકારીની પુત્રી છે. વર્ણિકાએ વિકાસ અને તેના મિત્ર પર પોતાનો પીછો કરવાનો અને છેડતી કર્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને તેમને તરત જામીન પર મુક્ત કરી દેતા પોલીસની કાર્યવાહી પર સવાલો ખડાં થયાં હતા.
ઘટનાક્રમના ૧૦ મુદ્દાઓ
૧. વર્ણિકાએ કહ્યું કે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવતાં આરોપીઓએ કહ્યું કે તેમનાથી ભૂલ થઈ છે. પરંતુ ભૂલ એકાદ વાર થાય છે કિલોમીટર સુધી નહી.
૨ ભાજપ ઉપાધ્યક્ષ રામવીર ભાટીએ તો વળી, આનાથી વધારે આઘાતજનક વાત કરતાં એવું કહ્યું કે મહિલાઓએ અડધી રાતે ઘર બહાર નીકળવાની શું જરૂર ?માતાપિતાએ તેના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. માતાપિતાએ તેમના સંતાનોને અડધી રાતે ઘર બહાર નીકળવાની મંજૂરી ન આપવી જોઈએ. સંતાનોએ સમયસર ઘેર આવવુ જોઈએ.
૩. સોમવારે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર એક એવા વ્યક્તિને બચાવી રહી છે જેણે છોકરીનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. સુરજેવાલાએ કહ્યું કે ચંદીગઢ વહિવટીતંત્ર અને પોલીસ કેન્દ્રને અધીન છે. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ પર હુમલો કરતાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા કોંગ્રેસના નેતા પર આવો આક્ષેપ થયો હતો ત્યારે તેમણે કહ્યું કે પિતાની જવાબદારી બને છે.
૪. ચંદીગઢ ભાજપ સાંસદ કિરણ ખેરેએ રામવીર ભાટની વાતને વખોડી કાઢતાં એવું કહ્યું કે આ કેસમાં ભીનું સંકેલવાનો પ્રયાસ થયો નથી. મને ખાતરી આપવામાં આવી કે સીસીટીવી ફૂટેજ સલામત છે અને પોલીસ કાર્યવાહી કરશે.
૫. પોતાની ફેસબુક પોસ્ટમાં વર્ણિકાએ લખ્યું કે, કેવી રીતે આરોપીઓએ પોતાની કારનો કિલોમીટર સુધી પીછો કરીને પોતાની છેડતી કરી હતી. પોતાની કારનો દરવાજો ખોલવાનો પણ પ્રયાસ થયો હતો.
૬. વર્ણિકાએ કહ્યું કે ોણે પોતાની આપવીતિ વર્ણવતાં એવું કહ્યું કે સદનસીબે, મારી પર બળાત્કાર ન થયો કે ન તો હું મરેલી હાલતમાં મળી આવી. એવુ લાગી રહ્યું છે કે હું ભાગ્યશાળી છું. હું કોઈ સામાન્ય માણસની પુત્રી નથી.
૭. જ્યારે વર્ણિકાનો મદદનો પોકાર સાંભળીને પોલીસ કાર ઘટનાસ્થળે આવી ત્યારે એક આરોપીએ કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસ એક આરોપીને પકડી પાડ્યો હતો.
૮. પીડિતાએ પોલીસને ચોખ્ખું કહ્યું હતું કે મારૂ અપહરણ કરવાનો આરોપીઓનો ઈરાદો હતો પરંતુ પોલીસે એફઆઈઆરમાં ફક્ત ખોટી અટકાયતનો આક્ષેપ કર્યો. તેથી બન્ને આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યાં.
૯. મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે એવું જણાવ્યું કે આ એકલ દોકલ કિસ્સો છે. પુત્રના ગુના માટે પિતાને સજા ન આપી શકાય. ગુનો પુત્રે કર્યો છે તેથી પિતાને સજા આપવી યોગ્ય નથી તેવું તેમણે કહ્યું.
૧૦. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાજપને નિશાન બનાવીને ટ્વીટ કર્યું હતું કે ગુનેગારોને સાથ ન આપો.
ભાજપના ટોચના નેતાએ પીડિતા પર દોષનો ટોપલો ઢોળ્યો : અડધી રાતે ઘર બહાર ભટકવાની શું જરૂર ?

Recent Comments