ઉ.પ્ર.માં કટોકટી ચાલી રહી છે. નબળી યોગી સરકાર માત્ર મુસ્લિમોને જ રંજાડી રહી છે એવું નથી. આરએસએસના પ્લાન મુજબ વર્તમાન સરકારની વિરુદ્ધ મનાતા યાદવોને બ્રાહ્મણો વિરુદ્ધ ભીડાવવામાં આવી રહ્યા છે. આરએસએસની એક વિશાળ યોજના મુજબ ભાજપને રાજકીય પડકાર ફેંકી શકે એવા ચાર સામાજિક બળો- યાદવો, બ્રાહ્મણો, દલિતો અને મુસ્લિમોને વિભાજિત રાખવાનો પ્લાન છે.
પાછળથી આ લેખમાં જોવા મળશે તેમ ઊચાહાર કરુણાંતિકામાં યાદવો સામે બ્રાહ્મણોને ભીડાવવામાં આવ્યા હતા જે ભાજપની સાઝિશનો એક ભાગ હતો. રાયબરેલીના ઊંચાહાર વિસ્તારના છિતિયા ગામે પાંચ બ્રાહ્મણો- રોહિત શુક્લા, નરેન્દ્ર શુક્લા, અંકુશ મિશ્રા, અનૂપ મિશ્રા અને વૃજેશ શુક્લાની હત્યા થઇ હતી. આ હત્યા ૨૬ જૂનના રોજ ઊચાહારના આપ્ટા ગામે થઇ હતી.
હવે પ્રશ્ન કદાચ એ થશે કે બ્રાહ્મણો શા માટે ભાજપને મત આપવાનું ચાલુ રાખે છે ? તેનો જવાબ એ છે કે આરએસએસ એવો પ્રચાર કરે છે કે બ્રાહ્મણો એકલા ભાજપને જ વોટ આપે છે. આ સાચું નથી. આ એક ખ્યાલ છે. બ્રાહ્મણોએ કોઇ પણ રીતે ભાજપ પ્રત્યે ખાસ વલણ દાખવ્યું નથી. ઉ.પ્ર.માં ૭૫ જિલ્લા છે. બ્રાહ્મણો માત્ર ૭થી ૮ જિલ્લા એકમોના પ્રમુખો છે. ઉ.પ્ર.ના કુલ મતદારોમાં બ્રાહ્મણોની સંખ્યા ૧૪ ટકા છે. વોટિંગ પેટર્ન જોઇએ તો બ્રાહ્મણોએ ૧૯૯૧ અને ૧૯૯૬માં ભાજપને પ્રચંડ મત આપ્યા હતા.
બ્રાહ્મણ-મુસ્લિમ-દલિત ગઠબંધન
આજની પેઢીને એ જાણીને આશ્ચર્ય થશે કે મંદિર અને મંડલયુગ પૂૂર્વે દલિત-મુસ્લિમ-બ્રાહ્મણ ગઠબંધનનું નેતૃત્વ બ્રાહ્મણોના હાથમાં હતું જેના કારણે ૧૯૫૨થી ૧૯૮૫ની ચૂંટણીઓ બાદ કોંગ્રેસનો વિજય થયો હતો. બ્રાહ્મણ-મુસ્લિમ-દલિત ગઠબંધન મધ્યમવર્ગો, બુદ્ધિજીવીઓ, ખેતમજૂરો અને લઘુ ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસમેનના વર્ગ ગઠબંધનનું પ્રતિનિધિત્વ કરતું હતું.
મંદિર અને મંડલ
મંદિર અને મંડલને કારણે તમામ સમીકરણો ખોરવાઇ ગયા હતા અને મુસ્લિમો તેમજ આહિરો (યાદવો)નું નવું ગઠબંધન થયું હતું જ્યારે દલિતો બસપા તરફ ગયા હતા. બ્રાહ્મણો હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. બ્રાહ્મણો એક અસ્થિર પરિબળ તરીકે રહ્યા હતા. ભાજપે બ્રાહ્મણોનો ક્યારેય વિશ્વાસ કર્યો નથી. જો બ્રાહ્મણોએ ભાજપને ટેકો આપ્યો હોત તો નિયમિત રીતે ઉ.પ્ર.ની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી હોત.
૨૨૦૨, ર૦૦૭ અને ૨૦૧૨માં બ્રાહ્મણોએ ભાજપને મત આપ્યા ન હતા. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે સપા સાથે જોડાણ કરવાનું પસંદ કરતા તેની પ્રતિક્રિયા રુપે બ્રાહ્મણો ભાજપ તરફ વળ્યા હતા. પરિણામે મુસ્લિમોના મત વિભાજિત થયા, દલિતો ગૂંચવાઇ ગયા, ઓબીસી ભાજપ તરફ આકર્ષાયા અને બાકીની સ્થિતિ ઇતિહાસ છે. યોગીના વડપણ હેઠળ ભાજપ સરકારની રચના બાદ મુસ્લિમો સિવાય અન્ય જ્ઞાતિઓ દ્વારા રાજકીય કિન્નાખોરીમાં ૩૦ કરતા વધુ બ્રાહ્મણોનાં મોત થયા છે.
તાજેતરમાં રાયબરેલીમાં આપ્ટા ગામ નજીક ત્રણ બ્રાહ્મણ યુવાનોની હત્યા કરાઇ હતી અને બે બ્રાહ્મણોને જીવતા સળગાવી દેવાયા હતા. જે યાદવ ગ્રુપે ૨૬ જૂનના રોજ આ પાંચ બ્રાહ્મણોની હત્યા કરી હતી તેણે ભાજપના ઉત્કર્ષ મૌર્યને ટેકો આપ્યો હતો જ્યારે બ્રાહ્મણોએ મનોજ પાંડેને સમર્થન આપ્યું હતું. આમ ઘણા સમયથી દુશ્મનાવટ ઊભી થઇ હતી. બ્રાહ્મણોની હત્યા બાદ વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઇ છે કારણ કે મુખ્ય પ્રધાન યોગી બ્રાહ્મણ વિરોધી વલણ ધરાવે છે.
તેઓ બદલી અને પોસ્ટીંગમાં પણ બ્રાહ્મણો પ્રત્યે ભેદભાવ દાખવી રહ્યા છે. યોગીએ બ્રાહ્મણોની કાનૂની અધિકારી તરીકે નિમણૂક કરીને રાહતો આપી હતી પરંતુ બ્રાહ્મણો તેનાથી પ્રભાવિત થયા નથી. ઉ.પ્ર.ની રાજકીય સંસ્કૃતિમાં જ્ઞાતિના નેતાઓએ એક વખત સત્તા પર આવ્યા બાદ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને ચાલવું પડે છે. જ્યારે યોગી અલગ માટીના રાજકારણી છે. તેમણે મુખ્યપ્રધાન પદે આરુઢ થયા બાદ ગોરખપુરના વયોવૃદ્ધ બ્રાહ્મણ ગેંગસ્ટર રાજકારણી શંકર તિવારીને ત્યાં દરોડા પડાવ્યા હતા. હવે અત્યારે સ્થિતિ એવી છે કે બ્રાહ્મણો પોતાની વગ પ્રસ્થાપિત કરશે તો તેના પગલે મુસ્લિમો અને દલિતો પણ પોતાની વગ પ્રસ્થાપિત કરશે. તેમાં યાદવો પણ જોડાઇ શકે છે. જો આવું થશે તો ઉ.પ્ર.ના રાજકારણની સુરત કાયમ માટે બદલાઇ જશે.
— અમરેશ મિશ્રા
(સૌ. : જનતાકા રિપોર્ટર)