(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા. પ
સુરેન્દ્રનગર શહેરમાં પાણીના પાણીનો પોકાર હાલ ઉઠ્યો છે. સુરેન્દ્રનગર શહેરી જનતાને પીવા માટે સરેઆમ વલખા મારવા પડે છે. ત્યારે સુરેન્દ્રનગરના દરેક વોર્ડમાં પાણીની સમસ્યા ભારે વિકટ બની છે. વોર્ડના લોકો દરરોજ રજૂઆત કરવા દોડી જાય છે ત્યારે પાણી અંગે ઉગ્ર સ્વરૂપ વચ્ચે તોડફોડ પણ નગરપાલિકામાં થઈ રહી છે. આમ છતાં પણ વહિવટદારોના પટેનું પાણી હલતું નથી. સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૮માં પાણીના ભારે પળોજણ વચ્ચે લોકો ઉગ્ર બન્યા અને પાણી ન આવતા રજૂઆત કરવા છતાં પણ ધ્યાન ઉપર ન લેવાતા આખરે પાણી માટે ભાજપના વોર્ડ નં. ૮ના મહિલા સદસ્યના પતિ પાણી માટેની બબાલનો શિકાર બન્યા હતા. તેઓ હાથે-પગે ઈજા સાથે ઘાયલ અવસ્થામાં હાલ હોસ્પિટલમાં સરવાર હેઠળ હોવાનું જાણવા મળે છે.
ઝાલાવાડનો ધોળી ધજા ડેમ ભરેલો હોવા છતાં લોકો પાણીની વિકટ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના વોર્ડ નં. ૧થી લઈ ૧૪ વોર્ડ સુધીમાં પાણીની સમસ્યા ભારે વકરી રહી છે. પાણી આપવાનો સમય પણ નક્કી નથી. ત્યારે શહેરી જનતાના પાણી પ્રશ્ને ભારે દેકારો સર્જાવા પામ્યો છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નં. ૪માં ભાજપના મહિલા કોર્પોરેટર રંજનબેન હેમુભાઈ રોજાસરાને વોર્ડ નં. ૮ના લોકોએ તેમને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે રજૂઆત કરવામાં આવેલ હતી. ત્યારે રંજનબેનના પતિ હેમુભાઈ રોજાસરાએ પાણી સમસ્યા પ્રત્યે ધ્યાન ન આપતા આ મામલામાં બે શખ્સોએ હુમલો કરી અને હાથે પગે માર મારી ઘાયલ કરાતા સારવાર માટે દવાખાને ખસેડવાની ફરજ પડેલ હતી. ત્યારે હવે પાણી માટે અહીં લોહી રેડાય તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. આ અગાઉ પણ પાણી પ્રશ્ને લઈ કપણનગરના રહેવાસીએ પણ ઈજનેર ઉપર હુમલો કરી આફિસમાં તોડફોડ કરી હતી. તો અગાઉ પ્રમુખને પણ બાનમાં લેવાયા છે.
સુરેન્દ્રનગર શહેરના નગરપાલિકા પ્રમુખના વોર્ડનો માનવ મંદિરવાળો વિસ્તાર અને આ વિસ્તારની મહિલાઓ પાણી માટે ઠેર-ઠેર ભટકી રહી છે. અહીંની બહેનો ત્રણ કિ.મી. આ ગરમીમાં ચાલીને મુળચંદ ગામની સીમમાં પાણી મેળવવા માટે જાય છે. એક બેડું પીવાના પાણી માટે ભારે હાડમારી વેઠવી પડે છે. તેમ છતાં પાણીના ફેરા પણ મોકલતા નથી.
વઢવાણ પાણીના ચોરીનો મોટો પ્રશ્ન હતો. પાણી માટે પહેરેદાર બેસાડ્યા ત્યારે જ્યાં નળ નથી ? જ્યાં કનેક્શન પણ નથી ? જ્યાં હેડપંપો પણ નથી ? એવો પણ એક વિસ્તાર છે ? જેને ડોગસિયા વાસ કહે છે. જેમાં ભોગાવામાં ઝૂંપડા બાંધી દેવીપૂજક પરિવાર જેમાં વસવાટ કરે છે. આ લોકો પાણી માટે રજૂઆત કરતા નથી ? નથી સરકારને વિરોધ દર્શાવતા. કારણ નથી ટેક્ષ ભરતા ? નથી લાઈટ લેતાં નથી બાળકોને ભણાવતાં ? આ પરિવારજનો નદી પટમાં વિરડાં ગાળી અને વર્ષો પુરાણી ગણાતી રાજા શાહીની વિરડાં યોજનાનો લાભ લઈ રહ્યા છે ? આ લોકોને પીવાનું પાણી આ રીતે મળે છે અને તેમા તેમને સંતોષ છે.