(એજન્સી) રાંચી, તા.૩૧
જેએમએમની ઉમેદવાર બબીતા દેવીએ એજેએસયુના ઉમેદવાર લેમ્બોદર મહતો અને ભાજપના ઉમેદવાર માધવલાલસિંહ સામે વિજય મેળવ્યો હતો. તેમણે ૪૦૦૦થી વધારે મતોથી જીત મેળવી હતી. ઝારખંડની બંને વિધાનસભા બેઠકો સિલ્લી અને ગોમિયાની પેટાચૂંટણીઓમાં ઝારખંડ મુક્તિ મોરચાએ વિજય મેળવ્યો હતો. સિલ્લીમાં જેએમએમની ઉમેદવાર સીમાદેવીએ એજેએસયુના ઉમેદવાર સુદેશ મહતોને ૧૩૫૩૫ મતોથી પરાજય આપ્યો હતો. સીમાદેવીને ૭૭૧૨૧ અને સુદેશને ૬૩૫૮૬ મતો મળ્યા હતા.
ઝારખંડમાં પણ ભાજપને આંચકો બંને વિધાનસભા બેઠકો પર હાર

Recent Comments