(એજન્સી) અમદાવાદ, તા. ૩૧
ગત વર્ષના જુલાઈમાં ઉનાકાંડ થયા બાદ દલિત રાજનીતિનો ઉદય પામી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. વકીલમાંથી સામાજિક કાર્યકર બનેલા દલિત આગેવાન જિગ્નેશ મેવાણી એ દલિતોનો નવો અવાજ બની રહ્યાં છે. કોઝીકોડમાં સંખ્યાબંધ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવેલા મેવાણીએ કહ્યું કે આજે દેખીતો સૌથી મોટો ફેરફાર એ જોવા મળ્યો છે કે દલિત યુવાનોમાં સભાનતા વધી રહી છે. રોહિત વેમુલાની સંસ્થાગત હત્યા, ઉનાકાંડ, તથા સહારનપુર હિંસા જેવી ઘટનાઓને કારણે દલિત યુવાનોમાં શક્તિનો સંચાર કર્યો છે. તે ઉપરાંત અમે દલિત ચળવળમાં એક જાતિને પણ લઈ આવ્યાં છીએ.
જે છેલ્લા બે દશકામાં તેનો અભાવ જોવા મળતો હતો. એક વર્ષના સમયગાળામાં મને આશા છે કે હું કર્ણાટક, કેરળ, યુપી, બિહાર, હરિયાણા,ગુજરાત અને રાજસ્થાનમાં જમીન માટે આંદોલન શરૂ કરીશ. લઘુમતીઓ પર પણ સુનિયોજિત હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ફર્ક એટલો કે લઘુમતીઓ દલિતોની જેમ રસ્તાઓ પર ઉતરી રહ્યા નથી. તેમનામાં ડરની લાગણી ઘર કરી ગઈ છે. દાદરી અને જુનેદ હત્યકાંડ જેવી ઘટનાઓ તેમને વિરોધ કરવા માટે ઉત્તેજન આપી રહી છે. મેવાણીએ કહ્યું કે ભાજપને અટકાવવા દલિતો અને ડાબેરીઓ સાથે આવવાની જરૂર છે. તેમણે કહ્યું કે કેરળમાં જો ડાબેરી સરકારને જાતિભેદભાવને ખતમ કરવામાં રૂચિ હોય તો જાતિ આધારિત તમામ ક્લસ્ટરો અને કોલોનીઓને ભૂંસી નાખવી જોઈએ.