ચંડીગઢ,તા.૨૦
આગામી લોકસભા ચૂંટણી પહેલા શિરોમણિ અકાલી દળે મોટુ એલાન કર્યુ છે. શિરોમણિ અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંહ બાદલે કહ્યુ કે તેમનો પક્ષ ૨૦૧૯ માં થનારી લોકસભા ચૂંટણીમાં હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડશે. પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી બાદલે કહ્યુ કે તેમનો પક્ષ કોઈની પણ મદદ વિના ચૂંટણીમાં જીત મેળવશે. શિરોમણિ અકાલી દળ એકલા જ હરિયાણામાં કોઈ પક્ષની મદદ વિના ચૂંટણી મેદાનમાં ઉતરશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા શિરોમણી અકાલી દળ ઈન્ડિયન નેશનલ લોકદળ સાથે સંગઠન કરીને હરિયાણમાં ચૂંટણી લડતી હતી પરંતુ બંને પક્ષોએ થોડા મહિના પહેલા જ આ ગઠબંધન તોડી દીધુ છે. બાદલે એલાન કર્યુ છે કે જો શિરોમણિ અકાલી દળ ચૂંટણીમાં જીતશે તો પક્ષ કૃષિ ક્ષેત્રમાં લોકોને ૪૦૦ યુનિટ મફત વિજળી આપશે તેમજ સિંચાઈ માટે મફત ખેતરો સુધી મફત પાઈપ પહોંચાડશે.
ભાજપને ફટકો : અકાલી દળ ૨૦૧૯માં એકલા હાથે ચૂંટણી લડશે!!

Recent Comments