(એજન્સી) નવી દિલ્હી,તા.૧૧
દિલ્હીની વિધાનસભાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીની પડતીથી વધુ મહત્વની નથી. ભાજપ પોતાના સેવકોની મોટી ફોજ, સાંસદો અને ટોચના નેતાઓ જેમાં વડાપ્રધાન, ગૃહમંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, આમ બધાએ દિલ્હીના મતદારોને આકર્ષવા પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા, ચૂંટણી પ્રચારમાં ભાજપ દ્વારા મોટાપાયે ઝેર ઓકવામાં આવ્યું હતું. રાજય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રીએ બજેટની અસરોની અવગણના કરી અને એના બદલે ચૂંટણી પ્રચાર દરમ્યાન રેલીને સંબોધન કરતા લોકોને દેશદ્રોહીઓને ગોળી મારવા ઉશ્કેર્યા અન્ય ભાજપના નેતાએ ચૂંટણીઓને ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સાથે સરખાવ્યું ભાજપના એક સાંસદે કહ્યું કે હિન્દુ વિસ્તારની બહેનો અને દીકરીઓ ઉપર બળાત્કારો કરાશે. એ સ્પષ્ટ હતું કે દેશદ્રોહી અને કથિત બળાત્કારીઓ એમના મતે મુસ્લિમો જ હશે. ચૂંટણી પ્રચારમાં દિલ્હીના હિન્દુઓને લક્ષ્ય કરવામાં આવ્યું. ભાજપનું માનવું હતું કે આવી નફરત ફેલાવી હિન્દુઓને પોતાની તરફેણમાં ફરી શકાશે જે પોતાને હિન્દુઓનો મહાન તારણહાર માને છે.
૮મી ફેબ્રુઆરીએ દિલ્હીના મતદારોએ મતદાન કર્યું જેમાં ૮૦ ટકા હિન્દુઓ હતા. એમણે ફકત અરવિંદ કેજરીવાલની મફત વીજળી, પાણીથી આકર્ષાઈ આપને મતો નથી આપ્યા પણ મુસ્લિમોની સામે જે રીતે ઝેરી પ્રચાર કરવામાં આવી રહ્યું હતું એની સામે આપ્યા હતા. ભાજપ ખોટા ખ્યાલમાં રાચી રહ્યું છે કે મોટા ભાગના હિન્દુઓને મુસ્લિમો તરફે નફરત છે. એમણે ખોટી રીતે માન્યું છે કે બધા હિન્દુઓ કોમવાદી છે. છેલ્લા થોડા વર્ષોથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને ઝારખંડના હિન્દુ મતદારોએ ભાજપનો કોમવાદી એજન્ડા ફગાવ્યો છે અને આ રાજયોમાં ભાજપને સત્તામાંથી દુર કર્યું છે. હરિયાણા અને ગુજરાતમાં પણ ભાજપની બેઠકો નોંધપાત્ર રીતે ઘટી હતી. જો કે એમણે સત્તા જાળવી રાખી હતી. ફકત ઉત્તરપ્રદેશમાં ભાજપને ર૦૧૯માં પૂર્ણ બહુમતી મળી હતી. ભાજપના ચૂંટણી પ્રચારથી એ હકીકત સાબિત થઈ ગઈ કે બધા હિન્દુઓ કોમવાદી નથી, એથી વધુ ભાજપે મુસ્લિમોને ભેગા થવાની તક પુરી પાડી. ર૦૧૪થી ભાજપ સતત મુસ્લિમોને એક અથવા બીજા મુદ્દે ત્રાસ આપી અને નફરત ફેલાવી રહ્યું છે જેમ કે એમની ઉપર લવ જીહાદ, ત્રાસવાદ ફેલાવવા, પાકિસ્તાનને સમર્થન આપવાના, અલગતાવાદીઓ, મોબ લિંચિંગને પ્રોત્સાહન આપવું, ગૌહત્યા અને બીફ ખાવાના મુદ્દે એમને હેરાન કરીરહી હતી છેવટે ડિસેમ્બર ર૦૧૯માં દેશના બધા મુસ્લિમો ભેગા થયા હતા. અસંમત રીતે જાણીતી કોમ વિરોધો કરવા એક થઈ છે. પૂણેથી પટણા સુધી અને ઉત્તરાખંડના નાના શહેરોથી તામિલનાડુ, કન્યાકુમારી સુધી પ્રદર્શનો કરી રહી છે. છેલ્લા પાંચ વર્ષોથી અપમાન સહી રહેલ કોમ સીએએની ચિંગારીથી ભડકી છે, જે પોતાનો રોષ અને નારાજગી દર્શાવી રહી છે. જેના ભાગરૂપે શાહીનબાગમાં મુસ્લિમ મહિલાઓ પ્રદર્શનો કરી રહી છે. જેમાં મોટા ભાગની મહિલાઓ નમ્ર અને કામદાર કુટુંબ સાથે સંબંધ ધરાવે છે. આ મહિલાઓએ પોતાની દેશભકિત દર્શાવી છે. આ મહિલાઓને દેશભરમાંથી મુકત મને સમર્થન મળી રહ્યુંછ ે જે સમર્થન બધી કોમો એમને આપી રહી છે. જેમાં પ૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ પણ છે જે સંસ્થાઓ અમદાવાદની આઈઆઈએમથી બનાસરની હિન્દુ યુનિવર્સિટી સુધી ફેલાયેલ છે.
ભાજપને તેની હિન્દુ ભ્રાંતિથી પરાજય મળ્યો છે

Recent Comments