(એજન્સી) ગુહાવાટી, તા.૩૦
આસામના મંત્રી હિમંત બિશ્વ શર્માએ ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સરકારને બાંગ્લાદેશ મોકલવાની ધમકી આપી છે. શર્માએ કહ્યું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી બાદ માણિક સરકારને બાંગ્લાદેશ મોકલી દેવામાં આવશે. સ્વાસ્થ્ય તેમજ શિક્ષણ મંત્રી હિમંત બિશ્વએ માણિક સરકારને ધમકી આતપા કહ્યું કે જો માણિક ભાજપના કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાઓ રોકવામાં નિષ્ફળ રહેશે તો રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ શર્મા તેમને બાંગ્લાદેશ મોકલી દેશે. હંમેશાથી પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે ચર્ચામાં રહેલા હિમંત બિશ્વએ માણિક સરકાર પર ગુરૂવારે આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ મૂક્યો છે કે સી.પી.એમ. સરકાર વિપક્ષી પાર્ટીઓના સમર્થકો પ્રત્યે બદલાતી ભાવનાથી કામ કરી રહી છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે સરકાર રાજ્યમાં બીજેપી કાર્યકર્તાઓનું મર્ડર કરનાર ગુનેગારોનું સમર્થન કરી રહી છે. માણિક સરકારના વિધાનસભા ક્ષેત્ર ધનપુરમાં આવેલા કઠલિયામાં એક જનસભાનું સંબોધન કરતા હિમંત બિશ્વએ કહ્યું કે કોઈ એકને મારવાનું પરિણામ શું આવશે અન્ય દેશ પણ અમારી સાથે આવીને ઊભા રહેશે. તે ભારત માતાની પ્રશંસા કરતા તમને તમારી ગાદી પરથી ઉતારશે અને તમને બાંગ્લાદેશ મોકલશે આ અમારી પ્રતિજ્ઞા છે. તેમણે આરોપ મૂક્યો કે રાજ્યમાં ડાબેરી પક્ષની સરકારના રપ વર્ષ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ હતી. તેમણે દાવો કર્યો કે આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપા સત્તામાં આવશે. ડાબેરી વિરોધી આદિવાસી દળો સાથે ગઠબંધન વિશે તેમણે કહ્યું કે આને સંબંધિત વાત ચાલી રહી છે પરંતુ હજી આમાં સમય લાગશે કારણ કે મોટા રાજકીય નિર્ણયો ર-૩ ચરણની બેઠકો બાદ જ કરી શકાશે.