(એજન્સી)
બલિયા, તા.૧૬
જનપદના ઉભાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા હાહા નાલા પુલ પાસે સોમવારે સશસ્ત્ર અપરાધીઓએ ભાજપ નેતા સહિત બે લોકો પર ગોળીઓ ચલાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણેય લોકોની હાલત ંગંભીર છે. પોલીસ પાસેથી મળેલ જાણકારી મુજબ પડરી ગામના ૩ર વર્ષીય મુરલીધર વર્મા પત્ની પ્રિયંકા સાથે બાઈક પર જનપદના અહિરપુર જઈ રહ્યા હતા. તેઓ હાહા નાલા પુલ પહોંચ્યા કે તરત જ સશસ્ત્રધારીઓએ એમના પણ ગોળીબાર શરૂ કરી દીધો. આ ઘટનામાં અજીત યાદવ પણ ઘાયલ થયો હતો. ઘટના બાદ આરોપીઓ બાઈક પર ફરાર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, મુરલીધરના મોટા ભાઈ પ્રેમચંદ્ર વર્માની ર માર્ચ ર૦૧રમાં ગોળી મારી હત્યા નિપજાવવામાં આવી હતી. મુરલીધર વર્મા પર ગોળીબાર અંગેની જાણ કરાતા જ વરિષ્ઠ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.