(એજન્સી) વારાણસી, તા.ર૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાંસદ ક્ષેત્ર વારાણસીના સ્થાનીય ભાજપા નેતાની વિરૂદ્ધ મહિલાએ રેપનો કેસ દાખલ કર્યો છે. આ ઘટના કથિત રીતે એ સમયે થઈ જ્યારે મંગળવારે ૩ર વર્ષીય પીડિતા ભાજપ નેતા કનૈયાલાલ મિશ્રાથી મળવા ગઈ હતી. પીડિતાનો આરોપ છે કે, ભદોહી જિલ્લાના પૂર્વ જિલ્લાઅધ્યક્ષ કનૈયાલાલે તેણીને મળવા માટે ઈંગ્લિશિયા લાઈન સ્થિત પોતાના ઘરે બોલાવી હતી. પોલીસે જણાવ્યું કે મહિલાનો આરોપ છે કે, મિશ્રાએ તેણીને નોકરી અપાવવાના બહાને કોઈ મહિલા સરકારી અધિકારીથી મળવાને બહાને બોલાવી હતી. કનૈયાલાલ મિશ્રા પર આરોપ લગાવનારી મહિલાનો દાવો છે કે તેઓ ગત બે મહિનાથી તેણી તેમના મકાન પર જવા તૈયાર થઈ હતી. હવે પોલીસે મહિલાની ફરિયાદના આધાર પર આરોપી પર સંબંધિત ધારાઓમાં કેસ દાખલ કર્યો છે. મહિલાનો આરોપ છે કે, જેવી રીતે તેમણે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે કનૈયાલાલે સતામણી શરૂ કરી હતી. તેઓએ કનૈયાલાલની હરકતનો વિરોધ કર્યો અને બૂમો પાડવા લાગી હતી. તેમની આ હરકતોને લીધે મકાનમાં તેમનાથી મળવા આવેલા બાકીના મહેમાનો દોડીને આવ્યા અને તેણીને બચાવી લીધી હતી ત્યારબાદ મહિલાએ તત્કાલ પોલીસને ફોન કરીને પોતાના માટે મદદ બોલાવી લીધી હતી.