Gujarat

ભાજપની ગૌરવયાત્રા અંગે કચ્છના કોંગી અગ્રણી રાયમાના સણસણતા સવાલ

ભૂજ, તા.૧૧
ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા કચ્છ આવી રહી છે. ત્યારે કચ્છની પ્રજાના મનમાં અનેક સવાલો પેદા થાય છે. તો. શું આ સવાલોના ભાજપના આગેવાનો જવાબ આપશે ? જ્યારે-જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે નવા-નવા ગતકડા અને નવી નવી યાત્રાઓ લઈને પ્રજાને મુર્ખ બનાવવા નીકળતા આ ભાજપના આગેવાનોને આ બાબતે સમગ્ર ગુજરાતની સાથે કચ્છની પ્રજા પણ પાઠ ભણાવવા તૈયાર છે. એમ ગુ.પ્ર.કોંગ્રેસ સમિતિના મંત્રી જુમારાયમાએ જણાવ્યું છે. કચ્છની પ્રજા હાલ શાંતિથી બેઠી છે. પણ ચૂંટણી વખતે આ પ્રજા દરિયાની જેમ તોફાની બની આ ભાજપને તેના મૂળિયામાંથી કાઢીને ફેંકી દેશે તે નક્કી છે. ગૌરવયાત્રા શેનું ગૌરવ લઈને આવી રહ્યા છો એ તો પ્રજાન સમક્ષ મૂકો કે આ કામ ગૌરવ લેવા જેવું કર્યું અને તે કામનું ગૌરવ લેવા અમે ભાજપવાળાએ આ ગૌરવ યાત્રા કાઢી છે.
સરહદ ઉપર સૈનિકો મરી રહ્યા છે. આતંકવાદને ખતમ કરવાને બદલે વેપારીઓને ખત્મ કર્યા એનું ગૌરવ છે ?
ભૂતકાળમાં પણ ચૂંટણીલક્ષી યાત્રાઓ કાઢી છે અને પ્રજાને મુર્ખ બનાવી એનું કે નોટબંધી અને જીએસટી કરીને વેપારીઓને પાયમાલ કર્યા એનું ગૌરવ લેવા નિકળ્યા છે ? સહિતના સણસણતા સવાલો કર્યા છે.
અગાઉ પણ અડવાણી અને ભાજપના નેતાઓએે યાત્રાઓ કાઢી છે. રામના નામે સોમનાથથી અયોધ્યા યાત્રા કાઢી-ઈટો અને રૂપિયા ઉઘરાવ્યા અને પ્રજાની આજે પણ રામ મંદિર જોવા આખો તરસી રહી છે. તેમ રાયમાએ જણાવ્યું છે.
વધુમાં સરદારના નો યુનિટી સ્ટેચ્યુ બનાવવા યાત્રા કાઢી લોખંડ ઉઘરાવ્યું અને યુનિટી સ્ટેચ્યુને બદલે હિન્દુસ્તાન સહિત ગુજરાતની પ્રજામાં યુનિટી તો ન કરી પણ હિન્દુ-મુસ્લિમોેને લડાવ્યા, દલિતો, સવર્ણને અલગ કર્યા ક્ષત્રીય ભરવાડોને લડાવ્યા આવા કરતુત હવે પ્રજા જાણી ગઈ છે અને લાજવાને બદલે ગાજવા નિકળ્યા છે. હવે આ ગૌરવયાત્રાએ ભાજપની “અંતિમ યાત્રા” છે તેવું પ્રજાને નક્કી કરી લીધું છે, એમ એક યાદીમાં જણાવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

    1 Comment

    Comments are closed.