(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૧
બંગાળના વીરભૂમિ જિલ્લામાં આવેલા ટીએમસીના દફતરમાં વિસ્ફોટ થતા ભારે ક્ષતિ પહોંચી હતી. પરંતુ આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. કંડકતાલા સ્થિત ટીએમસીના કાર્યાલયમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. જેમાં કાર્યાલયનો મોટો હિસ્સો તૂટી પડ્યો. સૂત્રોએ કહ્યું કે, વિસ્ફોટનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. ઘટના બાદ આરોપો શરૂ થયા હતા. ટીએમસીએ આરોપ મૂક્યો કે, ઝારખંડના ભાજપ સમર્થિત ઉપદ્રવીઓનો ઘટના પાછળ હાથ છે. અણુવૃતમંડળે કહ્યું કે, ભાજપ ગુંડા લાવી હતી. ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે વળતો પ્રહારો કરતાં કહ્યું કે, સ્થાનિક લોકોને ડરાવવા માટે ટીએમસીના કાર્યકરો કાર્યાલયમાં બોમ્બ બનાવી રહ્યા હતા. ત્યાં જમા કરતા હતા. ઈમારતમાં બોમ્બ બનાવતા સમયે વિસ્ફોટ થયો. ઉલ્લેખનીય છે કે, મકરામપુરા ક્ષેત્રમાં ટીએમસી કાર્યાલયમાં અગાઉ વિસ્ફોટથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જ્યારે ચાર ઘવાયા હતા.