ઉના, તા.રપ
પાંચ વર્ષના ભાજપ સાસનએ દેશની લોકશાહીને ખત્મ કરીને ખેડૂતો યુવાનો શિક્ષણ અને અર્થતંત્રને ખોખલું કરી કરીને લોકોને બેહાલ બનાવી પંચાયત સંસ્થાઓનાં પાયા હચમચાવી ભ્રષ્ટાચાર કરીને દેશની પ્રજાને ગુમરાહ કરીને ભાજપે આ દેશમાં જ્ઞાતિવાદ, જાતિવાદ જેવાં મુદ્દાઓને આગળ ધરીને દેશની અંદર ન્યાય વ્યવસ્થા અમલદારી શાહીને ખત્મ કરીને પ્રજાનો અવાજ દબાવી દેવાયો છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી ભારત દેશનાં તમામ નાગરિકો દેશ તમામ સમસ્યા માટે અવાજ ઉઠાવીને પગ પર ઊભો રહે તે માટે મહત્ત્વની બની રહે લોકતંત્રમાં મળેલાં બંધારણીય અધિકારોને બચાવવા મતદાન કરી જાગૃતિ માટે ઘરે-ઘરે કોંગ્રેસ કાર્યકર સંદેશ પહોંચાડે તેવું ખેડૂત સંમેલનમાં ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ સિદ્ધાંત પટેલે આહ્‌વાન કરેલ હતું.
ઉના શહેરમાં પટેલ બોડીગમાં મળેલાં ખેડૂત સંમેલનમાં વિસાવદરનાં ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિત નેતાઓએ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે ઉના તાલુકાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશને લડાવવા તમામ ધારાસભ્ય અને કાર્યકર સંગઠિત બની કામે લાગી જવા આહ્‌વાન કરેલ હતું. ભાજપ સરકાર પર પહાર કરતાં ખેડૂત અગ્રણી હર્ષદભાઈ રીબડિયા, માંગરોળનાં ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિત નેતાઓ અને ધારાસભ્ય પૂંજાભાઈ વંશએ જણાવેલ કે પાંચ વર્ષમાં દેશનો આમ નાગરિક વેપાર નાના-મોટા બિઝનેશ ઉદ્યોગ અને ખેડૂત દેવા હેઠળ ડૂબી રહ્યો છે. શિક્ષણ આરોગ્ય સિંચાઈ યુવાનોનું શોષણ કરી બેરોજગાર યુવાનો બનાવીને વિદેશી માલને આયાત કરી ખેતી પ્રધાન દેશનાં ખેડૂતોની આજીવિકા કૃષિને ખત્મ કરી દેવાયો છે.
આ સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઊમટી પડેલાં અને કોંગેસનાં અગ્રણી ગુણવંતભાઇ તળાવિયા રાજુભાઈ ગટેચા અરજણભાઈ મજેઠિયા, કાનજીભાઈ સાંખટ, બાલુભાઈ હિરપરા, રામભાઈ ડાભી, જિલ્લા પંચાયત સદસ્ય હરીભાઇ ચૌહાણ, પૂંજાભાઈ રામ, રાજુભાઈ ગોસ્વામી, બાબાભાઈ બહારૂની, લતિફબાપુ, સંજયભાઈ બાંભણિયા, ધીરૂભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. પૂંજાભાઈ વંશે જણાવ્યું હતું કે, દેશનું શાસન કેવું ચાલે છે તેનાં પર સવા સો કરોડ લોકોની નજર મંડાયેલી છે લોકશાહીને ખત્મ કરીને લોકોનાં હક અને વિચારોને દબાવી લોક મતે ચૂંટાયેલા જનતાનાં પ્રતિનિધિ સંસ્થાઓને ખત્મ કરીને જૂઠાણું ફેલાવીને લોકશાહી ખતરામાં મુકાયેલ છે. ત્યારે દેશનાં સવા સો કરોડ લોકોએ બંધારણીય સંસ્થા અને મળેલાં અધિકારોને મત આપી દેશને ચોક્કસ લોકોનાં શાસનથી મુક્ત કરાવવું પડશે.