(એજન્સી) મુંબઈ, તા.૧૦
વિરોધ પક્ષના નેતા અને વરિષ્ઠ કોંગ્રેસી આગેવાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ભાજપમાં ઘણા બધા અપરાધીઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોંગ્રેસને બેલગાડી બતાવવા અંગે ખડગેએ પલટવાર કરતાં કહ્યું કે, ભાજપ પાસે પણ ઘણા અપરાધીઓ છે જેમને અમદાવાદ-મુંબઈ પ્રસ્તાવિત બુલેટ ટ્રેનમાં પણ એકી સાથે લઈ જવા શક્ય નથી.
કોંગ્રેસના મહારાષ્ટ્રના પ્રભારી ખડગેએ કહ્યું કે, મોદી ખેડૂતો, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દે ચૂપ છે. તેમણે પક્ષના કાર્યકરોને ર૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે એક થઈ ભાજપને સબક શીખવાડવા હાકલ કરી હતી.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ભાજપ પાસે પણ ઘણા અપરાધીઓ

Recent Comments