(એજન્સી) કોલકાતા, તા.૬
પશ્ચિમ બંગાળમાં બોલપુર ખાતે ડાક બંગલો મેદાન ખાતે બુધવારે કિર્તનસભાનું આયોજન કરાયું હતું. સત્તાધારી ટીએમસી દ્વારા આ સભાનું આયોજન કરાયું હતું. ભાજપ દ્વારા વારંવાર ટીએમસી પર હિન્દુ વિરોધી હોવાના આરોપો વચ્ચે કિર્તનસભા યોજી ટીએમસીએ ભાજપને પડકાર ફેંક્યો હતો. ટીએમસીની દ્વારા પહેલીવાર બોલપુરમાં નામ સંકિર્તન સભા યોજાઈ હતી. જ્યાં લાઉડસ્પીકર પર હરેરામ હરેરામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણની ધૂનની સૂર રેલાવાઈ હતી. આ પ્રકારે પહેલીવાર નામ સંકિરણ યોજાયું હતું. ટીએમસીએ કિર્તન માટે ૪ હજાર કરતાલ વિતરણ કર્યા હતા. ૧૪ ડિસેમ્બરે બીરભૂમમાં ભાજપની રથયાત્રા પૂર્વે ટીએમસીએ કરતાલ યાત્રા યોજી હતી. ભાજપના પ્રમુખ અમિત શાહ તે પ્રસંગે હાજર રહેશે. ભાજપે લોકશાહી બચાવો રેલી યોજી છે. તે માટે ત્રણ રથયાત્રાઓ નીકળશે. ૭ ડિસેમ્બરના રોજ કોચબારથી તેમજ કાકવીય અને તારાપીઠ મંદિરથી રથયાત્રા નીકળશે. દરમિયાન ભાજપે કલકત્તા હાઈકોર્ટમાં રિટ કરી કહ્યું છે કે, રેલી માટે પોલીસ કે તંત્ર પરમિશન અંગે કોઈ જવાબ આપતું નથી. ટીએમસીના જિલ્લા પ્રમુખ અનુબારાતે જાહેરાત કરી હતી કે, ખોલ કરતાલનો ૧૪ ડિસેમ્બરે ઉપયોગ કરવો. બીરભૂમના દરેક બ્લોકમાં કરતાલ સાથે આવી જવું. ટીએમસી ભાજપની રથયાત્રાનો મુકાબલો કરવા કરતાલ યાત્રા યોજશે. બીરભૂમમાં બે લોકસભાની બેઠકો છે. ભાજપ ટીએમસીની વોટબેંકને આકર્ષવા પ્રયાસ કરે છે. હિન્દુ મતદારોને જાળવી રાખવા ટીએમસીના પ્રયાસ છે. તે જાન્યુઆરીમાં સંત-કિર્તન સંમેલન યોજનાર છે. અંતિમયાત્રામાં હરે રામ-હરે કૃષ્ણ બોલાય છે જે રથયાત્રા યોજશે તેનું મૃત્યુ નજીક આવશે. ર૦૧૯માં તેઓ સમાપ્ત થશે.