(એજન્સી) લખનૌ, તા.૧પ
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રાજનૈતિક સંઘર્ષ લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. મંગળવારે સવારે લખનૌ-રાયબરેલી હાઈવે પર થયેલી અરાજકતા સાંજ સુધી ગેંગવોરમાં ફેરવાઈ હતી. અહેવાલ મુજબ મંગળવારે સવારે કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહ પર જીવલેણ હુમલો થયો અને સાંજે ભાજપ નેતાના સમર્થકની હત્યા થઈ હતી.
રાયબરેલી લોકસભા બેઠક પર મતદાન ૮ દિવસ બાદથી જ રાજનૈતિક વર્ચસ્વનું યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ ચૂંટણી મેદાનમાં ભાજપથી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહની વિરૂદ્ધ રાયબરેલીમાં સૌ એકજૂથ થયા છે.
દિનેશ પ્રતાપસિંહના ભાઈ અવધેશ સિંહને જિલ્લા પંચાયત અધ્યક્ષની ખુરશીથી દૂર કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. રાયબરેલીમાં મંગળવારે અવધેશ સિંહ વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું હતું. આ મુદ્દે રાયબરેલી સદરથી કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહ લખનૌ રાયબરેલી પહોંચી રહ્યા હતા. આરોપ છે કે અવધેશ સિંહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ તરીકે કાર્યરત રહે તે માટે દિનેશ પ્રતાપના લોકો લખનૌથી રાયબરેલીના રસ્તા પર ગોઠવાયેલ હતા.
અદિતિ સિંહ લખનૌથી જિલ્લા પંચના સભ્યોને લઈ રાયબરેલી માટે રવાના થયા. તેણી બછરાવા-લખનૌ માર્ગના ટોલ પ્લાઝા પર પહોંચ્યા ત્યારે ગુંડા તત્ત્વોએ ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના સભ્યોની ગાડીઓને ટક્કર મારી ફાયરીંગ શરૂ કરી હતી. ગોળીબાર બાદ કોંગ્રેસ ધારાસભ્ય અદિતિ સિંહની ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો.
આરોપ છે કે અદિતિ સિંહજી ગાડી ગંગાગંજ પાસે પહોંચી ત્યારે અવધેશસિંહ તેમને રોકીને ધારાસભ્યના કાફલાની ગાડીઓ પલટવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાક્રમમાં અદિતિસિંહને ઈજા પણ પહોંચી હતી.
આ ઘટનાના કેટલાક જ કલાકો બાદ બછરાવા પાસે ભાજપ નેતા દિનેશ સિંહના નજીકના વ્યક્તિ શિવાસિંહની હત્યાનો આરોપ છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ શહેરમાં તણાવનો માહોલ છે.