(એજન્સી) મિદનાપુર,તા.૩૦
પશ્ચિમ બંગાળના મિદનાપુરમાં આવેલા ચર્ચ પર હુમલો કરી તોડફોડ કરવાના આરોપસર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. ઉગ્ર ભીડે ચર્ચમાં હુમલો કરી તોડફોડ કરી હતી. ચર્ચના કર્મચારીઓએ આરોપ લગાવ્યો કે જે તોફાનીઓએ ચર્ચમાં તોડફોડ કરી તે ભાજપના સમર્થક હતા. ભાજપે તેને નકારી દઈ કહ્યું કે આ હુમલા પાછળ ટીએમસીના કાર્યકરોનો હાથ છે. ભાજપના એક નેતાએ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનરજીના નેતૃત્વવાળી ટીએમસીએ ભાજપને બદનામ કરવા ચર્ચ પર હુમલો કરાવ્યો છે. પોલીસે આ મુદ્દે ફરિયાદ દાખલ કરી ત્રણ લોકોની ધરપકડ કરી હતી.