(એજન્સી) તા.૧૧
ભાજપના રાજ્યસભાના સાંસદ ડી.પી.વત્સે કહ્યું હતું કે, કાશ્મીરમાં ભારતીય સૈનિકો પર પથ્થરમારો કરવાવાળા લોકો પરના કેસ રદ કરવાને બદલે તેમને ગોળીથી ઉડાવી દેવા જોઈએ. એક ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે મેં પથ્થરબાજો વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલા કેસ પાછા ખેંચવાના સમાચાર વાંચ્યા છે પરંતુ વિચારું છું કે જે લોકો પથ્થર વરસાવે છે એમને ગોળીથી ઉડાવી દેવા જોઈએ. હરિયાણાના ભિવાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર સરકારે ફેબ્રુઆરીમાં લગભગ ૧૦,૦૦૦ પથ્થરબાજો પર દાખલ કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. નિવૃત્ત લેફ. જનરલ ડી.પી.વત્સ હરિયાણાથી રાજ્યસભાના સાંસદ છે.