(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૭
આણંદનાં ભાજપનાં સાંસદ દ્વારા મીયાંને સારી જમીન લઈ લેવી છે, અને અહીયાં પાકિસ્તાન વસાવવું છે, તેવા શબ્દો ઉચ્ચારતો વીડિયો સોસ્યલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે અને ભાજપનાં સાંસદનો મુસ્લિમ વિરોધ સામે આવી જતા મુસ્લિમ સમાજમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર આણંદનાં ભાજપનાં સાંસદ દ્વારા મોબાઈલ પર કોઈ અધિકારી સાથે વાત કરતી વખતે મીયાંને સારી જમીન લઈ લેવી છે અને અહીંયા પાકિસ્તાન વસાવવું છે તેવા શબ્દો ઉચ્ચારતો વીડિયો યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે.
વીડિયોમાં ભાજપનાં સાંસદ દિલીપ પટેલ સમક્ષ કોઈ રજૂઆત કરી રહ્યું છે અને ત્યારબાદ દિલીપ પટેલ કોઈ અધિકારીને મોબાઈલ ફોન જોડીને વાત કરી રહ્યા છે. જેમાં પેલો મીંયો બહુ કુદે છે અને મીંયાને સારી જમીન લઈ લેવી છે અને અહીયાં પાકિસ્તાન વસાવવું છે, જેથી પોઝીટીવ કરી આ લોકોની ફેવર કરવા ભલામણ કરી રહ્યા છે તેમજ ગત ૧૩મી નવેમ્બરના રોજ યુટ્યુબ પર દિપક રાજપૂત નામના યુવકે આ વીડિયો અપલોડ કર્યો છે.
અગાઉ પણ ભાજપનાં સાંસદ દિલીપ પટેલ દ્વારા મુસ્લિમ વિરોધી વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, અને ફરીવાર મુસ્લિમો માટે પાકિસ્તાન વસાવવું છે તેવા શબ્દો ઉચ્ચારતો વીડિયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે અને હાલમાં મુસ્લિમ સમાજમાં આ વીડિયોને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.
Recent Comments