(એજન્સી) તા.૧૭
ભાજપના એક કાર્યકરે પાર્ટીના સાંસદ નિશિકાંત દુબેના પગ ધોઈ તે માટે ઉપયોગમાં લેવામાં આવેલું પાણી પીતા દુબે વિવાદમાં સપડાયા હતા. આ ઘટના રવિવારની છે. જયારે દુબે ઝારખંડના ગોડડામાં આવેલા તેમના મતવિસ્તારના ગામ કાનહાથરામાં પુલના નિર્માણની જાહેરાત કરવા ગયા હતા. ઘટના સ્થળે હાજર રહેલા લોકોએ આ વીડિયો પણ બનાવ્યો હતો, જેને દુબેએ તેમના ફેસબુક પેજ પર શેર કર્યો હતો પરંતુ પાછળથી ડિલિટ કરી દીધો આ વીડિયોમાં ભાજપનો કાર્યકર સાંસદ નિશિકાંત દુબેના પગ ધોઈ તે પાણી પીતો નજરે પડે છે.