(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૧ર
ગુજરાતમાં છેલ્લા રર વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર મોટા કૌભાંડો, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, પાટીદારો, દલિતો પર અત્યાર, કર્મચારીઓનું શોષણ, ખરાબ રોડ રસ્તા જેવા અનેક મુદ્દે ભરાઈ પડી છે. ઉપરાંત નોટબંધી અને જીએસટી બાદ તો સામાન્ય પ્રજા અને વેપારીઓમાં ઉગ્ર રોષ વ્યાપી રહ્યો છે ત્યારે હતાશ, નિરાશ અને ભ્રષ્ટ ભાજપ સરકારને ચૂંટણી નજીક આવતા જ ગુજરાતના નાગરિકોની યાદ આવી હોય તેમ છેલ્લા ૧પ દિવસથી એક પછી એક ચૂંટણીલક્ષી જાહેરાતો કરી રહી છે જે તે જ ભાજપ સરકારની રર વર્ષની નિષ્ફળતાનું એકરારનામું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ૬૪ ગામના ખેડૂતોની જમીન સંપાદનનું ખેડૂતોને આજદિન સુધી વળતર આપવામાં આવ્યું નથી એવા ઔડા રિંગ રોડ પર ટોલ ટેક્સ મુક્તિ હકીકતમાં ટોલ ટેક્સના નામે ભાજપ સરકારના મળતિયા કંપનીઓને સ્થાનિક નાગરિકો-વાહનચાલકો પાસેથી કરોડો રૂપિયા વસૂલી લીધા છે હવે ચૂંટણી નજીક આવતા ટોલ ટેક્સ માફીની જાહેરાતો કરે છે. કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં એક ટકાના વધારો હકીકતમાં ૧ર મહિના કરતાં વધુ સમયથી કર્મચરીઓની વારંવારની માગણી હોવા છતાં ભાજપ સરકારની કર્મચારી વિરોધી માનસિકતાને કારણે કર્મચારીઓને સતત અન્યાય કરવામાં આવી રહ્યો છે ત્યારે ચૂંટણી નજીક આવતા વર્ગ-૪ના કર્મચારીઓને બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને વર્ષોથી ઓછું વેતન ચૂકવીને ભાજપ સરકાર દ્વારા આર્થિક શોષણ કરી રહી છે. ત્યારે ચૂંટણી નજીક આવતા માત્રને માત્ર ખાલી જગ્યાના પ૦ ટકાની મર્યાદામાં ભરતી કરવાની જાહેરાત સફાઈ કામદારો સાથે છેતરપિંડી સમાન છે. રાજ્યમાં લાખો ગેરકાયદેસર બાંધકામ, ટીપીમાં ફેરબદલના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, બાંધકામના નિયમોમાં વારંવાર ફેરફાર હાઉસિંગ બોર્ડ, સ્લમ ક્લિયર્ન્સ બોર્ડ, હળપતિ આવાસ બોર્ડને તાળા મારી ગુજરાતના લાખો પરિવારોને ઘરનું ઘર એ સ્વપ્ન બનાવનાર ભાજપ સરકાર જ્યારે ચૂંટણી નજીક આવતા જ કોમન જીડીસીઆરની જાહેરાત કરે છે. સરકાર ગુજરાતના યુવાનો અને પાટીદાર સમાજના યુવાનો સાથે સંવાદ કરે તેવું વારંવાર કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત છતાં અહંકાર અને સત્તાના મદમાં બેફામ બનેલ ભાજપ સરકારે આંદોલન ચલાવનાર પાટીદાર સમાજના યુવાનો પર બેફામ લાઠીચાર્જ અને ગોળીબારમાં ૧૪ યુવાનોનાં મોત, બહેન-દીકરીઓ પર અત્યાચાર, પોલીસ દમન, યુવાનો પર કિન્નાખોરી દાખવી ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા. હવે ચૂંટણી નજીક આવતા જ સત્તા જવાના ડરથી ભાજપ સરકારે પોલીસ કેસો પરત ખેંચવાની ફરજ પડી છે. કોંગ્રેસ પક્ષ પ્રથમથી એ બાબતમાં સ્પષ્ટ રીતે ભાજપ સરકારને ચેતવણી આપી હતી કે, કિન્નાખોરીથી પાટીદાર સમાજના યુવાનો પર કરવામાં આવેલા પોલીસ કેસો પરત ખેંચે. પાટીદાર યુવાનો-બહેન દીકરીઓ પર દમન કરનાર અને પાટીદાર યુવાનોને મોતને ઘાટ ઉતારનાર-સૂચના આપનાર જનરલ ડાયર કોણ ? કોંગ્રેસ પક્ષ અને ગુજરાતના નાગરિકો ભાજપ સરકાર પાસે જવાબ માંગે છે.
ભાજપ સરકારની ચૂંટણીલક્ષી જાહેરાતોએ છેલ્લા રર વર્ષની નિષ્ફળતાનું એકરારનામું

Recent Comments