(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૯
જીએસટીનો વિરોધ કરી રહેલ ગુજરાતના વેપારીઓમાં ભાજપ સત્તાધીશોના રાજકીય કાવાદાવા જોતા ભય પણ ઉભો થવા પામ્યો છે. ટેક્ષ માટે નહીં ગભરાતા આ વેપારીઓ જીએસટીની ટીપીકલ જોગવાઈઓ નિયમોથી નારાજ છે વર્ષોથી ભાજપને મતો આપનાર આ વેપારીઓ ભાજપને પોતાના મનની વાત કહેતા પણ ડરી રહ્યા છે. કે કયાંક આઈ.ટી. કે સીપીઆઈની રેડ તો નહીં આવી પડે. સુરતના વેપારીઓ પૈકીના એક વેપારીના મનની વાતની ઓડિયો સોશિયલ મીડિયા ઉપર બહુ વાયરલ થઈ છે જેમાં ભયભીત વેપારીએ ડરતા ડરતા પોતાની મનની વાત કરી છે.
વેપારી ઓડિયોમાં કહે છે કે વર્ષોથી માત્ર ભાજપને જ વેપારીઓ મત આપી રહ્યા છે પરંતુ આજે જીએસટી અંગે ભાજપને કંઈ પણ કહેતા ડર લાગે છે જીએસટીમાં ઘણી ગૂંચવણો છે તેનો વિરોધ છે ટેક્ષ આપવાનો વિરોધ નથી.