(એજન્સી) લખનૌ, તા.૭
શિયા ધર્મગુરૂ મૌલાના કલ્બે જવ્વાદે તાજેતરમાં જ થયેલા ઉશ્કેરણીજનક નિવેદનોને વખોડી કાઢતા કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી)ના રાજકારણને લીધે જ મુસ્લિમો ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી દૂર થઈ ગયું છે. મૌલાના જવ્વાદે શુક્રવારે જણાવ્યું કે, આરએસએસ દ્વારા રાષ્ટ્રીય મુસ્લિમ મંચ નામનું સંગઠન બનાવી જવાબદાર લોકો કેટલાક બેઈમાનોને સામેલ કર્યા છે. તેમણે આરોપ મૂક્યો કે, મુસ્લિમ મંચ સાથે જોડાયેલા આ લોકો મુસ્લિમોને ભાજપની નજીક આવવા દેવાને બદલે દૂર કરી રહ્યા છે. એનાથી મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પદાધિકારીઓ અને સભ્યોને તો લાભ થઈ રહ્યો છે પરંતુ ભાજપને નુકસાન થઈ રહ્યું છે.
મૌલાના જવ્વાદે કહ્યું કે, રાષ્ટ્રીય મંચને કારણે શિયા અને સુન્ની બંને ભાજપથી દૂર થઈ રહ્યા છે. એમણે જણાવ્યું કે મોટું પદ મેળવવા કેટલાક ધર્મના વેપારીઓ ઉશ્કેરણી કરતા નિવેદનો આપી રહ્યા છે.