(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૮
અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકરો પર એબીવીપી દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે ધરણા કરી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસે કાળા ફુગ્ગા ઉડાવી વિરોધ વ્યકત કર્યો હતો. દરમિયાન દોડી આવેલી પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૪૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં એનએસયુઆઇના કાર્યકરો દ્વારા કરાઇ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપીના કાર્યકરો દ્વારા દંડા, લાકડીઓ અને પાઇપો સાથે હુમલો કરી દેવામાં આવ્યો હતો. આ હિંચકારા હુમલાનાં સમગ્ર ગુજરાતમાં ઘેરાપ્રત્યાઘાત પડયા છે. એબીવીપીના કાર્યકરોનાં કૃત્ય સામે ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો થઇ રહ્યાં છે. ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા સયાજીગંજ ડેરીડેન સર્કલ ખાતે સાંજે ૪ કલાકે ધરણા યોજી વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં કાર્યકરોએ કાળા ફુગ્ગા ઉડાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન દોડી આવેલી પોલીસે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિરોધ પક્ષનાં નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, પ્રવકતા અમિત ઘોટીકર સહિત ૪૦ જેટલા કોંગ્રેસનાં કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસ દ્વારા હુમલો કરનાર એબીવીપીનાં કાર્યકરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
હિંસક હુમલાના વિરોધમાં કોંગ્રેસે કાળા ફૂગ્ગા ઊડાવી વિરોધ કર્યો

Recent Comments