(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૭
શહેરના ગોત્રી વિસ્તારમાં ઓફિસ અને નિવાસ સ્થાન ધરાવતા બિલ્ડર મહેન્દ્રભાઇ પટેલ પ્રા.લી. કંપનીને ત્યાં આવક વેરા વિભાગે આજે સર્વે હાથ ધર્યો હતો. જેમાં મોટાપાયે કાળુ નાણું બહાર આવે તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. શહેરના બિલ્ડર મહેન્દ્ર પટેલ પ્રા.લી.ને ત્યાં વડોદરા, અમદાવાદ અને સુરતની આવકવેરા વિભાગના અધિકારીઓની વિવિધ ટીમોએ બિલ્ડરનાં નિવાસસ્થાન ગોત્રી ખાતે આવેલ ઓફિસ અને કન્સ્ટ્રકશન સાઇટ પર આજે સવારે પોલીસ સાથે સર્વે હાથ ધર્યો હતો. આજે સવારે અચાનક આયકર વિભાગનાં અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરતા શહેરના બિલ્ડરોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી હતી. અધિકારીઓએ બિલ્ડરના બેંક ખાતા તેમજ તેમની કન્સ્ટ્રકશન સાઇટ પર નોંધાવવામાં આવેલ મકાનો અને દુકાનોનાં ચોપડાઓ, કોમ્પ્યુટરની હાર્ડડીસ્ક સહિતની સામગ્રી જપ્ત કરી તપાસ આરંભી છે. હાલમાં પણ કામગીરી ચાલુ છે. સર્વેની કામગીરી દરમ્યાન મોટાપાયે કાળુ નાણું બહાર આવે તેવી શક્યતા દેખાઇ રહી છે.