નવી દિલ્હી,તા.૨૪
નાણાં મંત્રાલયે કાળા નાણાંના અંદાજ અંગે તૈયાર થયેલા ત્રણ રિપોર્ટ જાહેર કરવાનો ઈનકાર કર્યો છે. મંત્રાલયના કહેવા પ્રમાણે, આ રિપોટ્ર્‌સનો ખુલાસો સંસદના વિશેષાધિકારનું ઉંંઘન ગણાશે. આ ત્રણેય રિપોર્ટસ દેશ અને વિદેશમાં ભારતીયોની પાસે ઉપલબ્ધ કાળા નાણાં વિશે છે.
તત્કાલીન યુપીએ સરકારે ૨૦૧૧માં દિલ્હીના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પિબ્લક ફાઈનાન્સ એન્ડ પોલિસી (એનઆઈપીએફપી) અને નેશનલ કાઉન્સિલ ઓફ અપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ (એનસીએઈઆર) અને રાષ્ટ્રીય આર્થિક સંચાલન સંસ્થા (એનઆઈએફએમ), ફરીદાબાદથી આ અભ્યાસ કરવામાં આવ્યા હતા.
માહિતી અધિકાર (આરટીઆઈ) અંતર્ગત માગવામાં આવેલી જાણકારીના જવાબમાં નાણાં મંત્રાલયે કહ્યું હતું કે એનઆઈપીએફપી, એનસીએઈઆર અને એનઆઈએફએમના રિપોટ્ર્‌સ સરકારને ક્રમશઃ ૩૦ ડિસેમ્બર, ૨૦૧૩, ૨૮ જુલાઈ, ૨૦૧૪ અને ૨૧ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ મળી હતી.
મંત્રાલયે કહ્યું હતું કે આ રિપોટ્ર્‌સ ૨૧ જુલાઈએ સંસદની આર્થિક બાબતોને લગતી સ્થાયી સમિતિને સોંપવામાં આંળ હતા. હવે આ મામલો સમિતિ પાસે છે. આરટીઆઈના જવાબમાં મંત્રાલયે કહ્યું હતું, આ પ્રકારની માહિતીનો ખુલાસો કરવો એ સંસદના વિશેષાધિકારનું ઉંંઘન ગણાશે.
હાલ દેશ અને વિદેશમાં ભારતીયોનાં કાળા નાણાં અંગે કોઈ અધિકૃત આંકડો નથી. અમેરિકન સંસ્થા ગ્લોબલ ફાઈનાન્શિયલ ઈન્ટિગ્રીટી (જીએફઆઈ)ના એક અધ્યયન અનુસાર ૨૦૦૫થી ૨૦૧૪ દરમિયાન ભારતમાં અંદાજે ૭૭૦ અબજ ડોલરનું કાળું નાણું આવ્યું હતું. આ સમયગાળામાં દેશમાંથી ૧૬૫ અબજ ડોલરનું કાળું નાણું બહાર આવ્યું હતું.