ગિરસોમનાથ,તા.૧૧
સુત્રાપાડાના ધામળેજ બંદરથી ૨ કિલોમીટર દૂર દરિયાકિનારે મહાકાય બ્લુ વ્હેલ માછળીનો મૃતદેહ તણાય આવ્યો છે. વન વિભાગના પેટ્રોલિંગ દરમિયાન આ માછલીનો મૃતદેહ જોવા મળતા તેનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરી છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે આ માછલી ૪૦ ફૂટ લાંબી અને ૮ ટન વજન ધરાલે છે.
મૃતદેહ કોહવાયેલો અને અતિ દુર્ગંધ મારતો મળી આવતા પ્રાથમિક રીતે મનાય રહ્યું છે કે વ્હેલ ઉંમર લાયક હોવાના કારણે કુદરતી રીતે મોતને ભેટી હોય શકે. તેમજ વ્હેલ ૧૦ દિવસ પહેલા મોતને ભેટી હોવાનું બહાર આવ્યું છે. આ માછલીના પીએમ બાદ મૃતદેહને જેસીબીની મદદથી દરિયાકાંઠે જ દફનાવવામાં આવ્યો હતો.