(એજન્સી) મુંબઈ, તા.૩૦
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને માસ્ક નહીં પહેરતા લોકો પાસેથી દંડ પેટે ૧૦ કરોડ રૂપિયા વસૂલ્યા છે આનાથી અનુમાન મૂકી શકાય છે કે, મુંબઈના લોકો માટે મહામારીની ગંભીરતા કેટલી છે. કોર્પોરેશન ઘરે-ઘરે જઈ જાગૃતિ ફેલાવે છે અને લગભગ સમગ્ર શહેરમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ રાખવાના પ્રચાર કરતા પોસ્ટરો ચોંટાડી દીધા છે જેમાં વિનંતી અને ચેતવણી બંને છે. કોર્પોરેશને વિગતો આપી છે કે, એમણે ૪.૮૫ લાખ લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ લીધેલ દંડની રકમ ૧૦.૦૭ કરોડ થઈ છે, માસ્ક નહીં પહેરવા બદલ ૨૦૦ રૂપિયા દંડ લેવામાં આવે છે. મ્સ્ઝ્રના અધિકારીએ જણાવ્યું કે, નાગરિકો પાસેથી પૈસા ઉઘરાવવાનો અમારો જરા પણ ઉદ્દેશ્ય નથી. એ માટે અમોએ સ્ટાફને કહી રાખ્યું છે કે, તેઓ માસ્ક વિના ફરતા લોકોને માસ્ક આપે. આ માસ્ક જો કે, દંડ લીધા પછી આપવામાં આવે છે. માસ્ક નહીં પહેરવા બદલ દંડની વસૂલાત એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવી હતી. તહેવારોની સિઝનમાં મ્સ્ઝ્રએ બજારો, સ્ટેશનની બહાર, બીચ ઉપર અને જાહેર સ્થળોએ નિગરાની સખત કરી છે. નિગરાની વધારવામાં આવી છે અને જે લોકો દંડ નથી આપતા એમની પાસેથી અમે સમાજ સેવા કરાવીએ છીએ. પણ એ સ્પષ્ટ છે કે, દંડ અને કડકાઈથી પણ લોકોમાં માસ્ક પહેરવાની જાગૃતિ નથી આવતી અને લોકો નિયમોનો ભંગ કરે જ છે. મેડિકલ નિષ્ણાતો જણાવે છે કે, કોરોનાના ફેલાવાને રોકવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સથી વાયરસને દૂર રાખી શકાય છે.
BMCએ માસ્ક નહીં પહેરતા લોકો પાસેથી દંડ પેટે ૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી

Recent Comments