અમદાવાદ, તા.૧૬
પોરબંદરનાં ગાંડાતૂર દરિયે એક બોટ તણાઈ આવી છે. લાંગર છુટું પડતા આ બોટ પાણીના વહેણમાં દરિયાકાંઠે પહોંચી હતી. આ એ જ બોટ છે જેમાંથી ૧૫૦૦ કિલો હેરોઈન પકડાયું હતું. બોટનું નામ મારિયો હેનરી બોટ છે. જે દરિયાઈ મોજામાં તણાઈ આવી હતી. બોટના ૬ ક્રૂ મેમ્બરને બચાવી લેવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કિનારે તણાઈ આવેલી બોટમાં આજથી એક વર્ષ પહેલા ૧૫૦૦ કિલો હેરોઈન ઝડપાયું હતું. ઘટનાની વિગત પ્રમાણે, પોરબંદરમાં ભારે વરસાદ છે અને દરિયો તોફાની બન્યો છે. દરિયામાં હાલ અતિભારે તોફાન જોવા મળ્યું છે. તે દરમિયાન આજે સવારના સમયે એક બોટ તણાઈ આવી છે. આ બોટ લાંગર છુટું પડતા પાણીના વહેણમાં દરિયાકાંઠે આવી પહોંચી હોવાનું કહેવાય છે. જ્યારે આજે વહેલી સવારે બોટ ભારે તોફાની દરિયામાં તણાઈ આવી હતી.
બોટમાં રહેલા છ ૬ ક્રૂ મેમ્બરને બચાવવા રેસ્ક્યુ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદર કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્રારા રેસ્ક્યુ કરી ક્રુ મેમ્બર્સને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તણાઈ આવેલી આ બોટનું નામ હેનરી છે. પોરબંધરના સમુદ્ર કિનારે તણાઈ આવેલી આ એ જ બોટ છે કે જેમાં આજથી એક વર્ષ પહેલા મધ દરિયામાં બાતમીના આધારે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડનાં સંયુક્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. બોટની ઉપરાંત એમાં રહેલા ૧૨ જેટલા ખલાસીઓ પણ ઝડપાયા હતા. આ બોટમાંથી ૧૫૦૦ કિલો હેરોઈન પણ ઝડપાયું હતું.