(એજન્સી) મુંબઈ તા. ૫
રેસ ૩ના ટ્રેલર રિલીઝ બાદ ધર્મેન્દ્રના પુત્ર બોબી દેઓલ પણ ચર્ચામાં છે. બોબી દેઓલ તેની બીજી ઇનિંગની શરૂઆત કરી રહ્યા છે. અને આ વખતે તેમની ઇનિંગની શરૂઆત સલમાન ખાનના હાથેથી થઇ રહી છે. રેસ ૩માં સલમાન ખાન સાથે બોબી દેઓલ પણ ચમકવાના છે. રેસ ૩નું ટ્રેલર પહેલાથી જ હિટ થઈ ચૂક્યું છે અને હાલ સુધીમાં ફિલ્મના ત્રણ ગીતો રિલીઝ કરવામાં આવ્યા છે જે પણ ખુબ જ લોકપ્રિય થયા છે. રેસ ૩માં સલમાન ખાનની સાથે બોબી દેઓલ, અનિલ કપૂર, જેક્લીન ફનાડીઝ, ડેઝી શાહ અને સાકિબ ફિલ્મમાં નજરે આવશે.
રેસ ૩ અંગે પત્રકારો સાથે વાતચીત કરતા બોબી દેઓલ જણાવ્યું કે, સલમાન ખાનથી મેં ઘણું બધું શીખ્યું છે અને તેઓ ખૂબ જ પ્રરાણાદાયી રહ્યા છે. જ્યારે અને રેસ ૩ મળી ત્યારે હું અભિનેતા બનવા માટે ફિટ નહોતો. ત્યાર બાદ સલમાન ખાનના કહેવાથી મેં જિમ જવાનું શરૂ કર્યું. મારી ફિટનેસ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. અને આનું પરિણામ રેસ ૩ના ટ્રેલરમાં દેખાઈ રહ્યું છે. રેસ ૩ ફિલ્મ મળ્યા બાદ મેં પોતાની જાત પર મહેનત કરી છે. અને આ બધું સલમાન ખાનને કારણે છે.
રેસ ૩ની ફિલ્મ કઈ રીતે મળી એ વિશે વાત કરતા બોબીએ કહ્યું કે, સલમાન ખાને મને સેલીબ્રીટી લીગમાં આ ફિલ્મ માટે ઓફર કરી હતી. તેમનું આ વાક્ય મને બહુ ગમ્યું જ્યારે તેમણે કહ્યું કે, “ દેખ જબ મેરા કરિયર ભી નહીં ચલ રહા થા તો મેં સંજય દત્ત ઓર તેરે ભાઈ (સની દેઓલ) કી પીઠ પર ચઢ ગયા “ ત્યારે મેં આમ જ કીધું કે, “ મામૂ મુજે ભી તેરી પીઠ પર ચઢને દે’’ તેણે વળતો જવાબ આપ્યો કે , “ શર્ટ ઉતરેગા ? ’’ મેં કહ્યું કે “ મામૂ મેં કુછ ભી કરુંગા’’ અને આને લીધે મને રેસ ૩ મળી.