(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.૬
બોડેલી તાલુકાના એક ગામની સગીરા મજૂરીના પૈસા લેવા ઘરેથી નીકળી હતી. ઘરે પરત આવવામાં સગીરાને ઘણો સમય વિતતા સગીરાની માતા અને તપાસ કરતા સગીરા મળી ન હતી. ત્યારબાદ સગીરાના ઘરની બાજુમાં રહેતા જગદીશભાઈના ઘરે અવાર-નવાર આવતો જાંબુઘોડા તાલુકાના હવેલી ગામનો યુવાન સુનીલભાઈ નરપતભાઈ નાયકા પર વહેમ જતા તપાસ કરતા સુનીલ પણ ઘરે મળી આવેલ ન હતો. જેથી સગીરાની માતાને શક પાકો થતાં હવેલી ગામના સરપંચને હકીકતથી વાકેફ કરી પાંચ દિવસની મુદ્દત આપી હતી. ત્યારબાદ સગીરા ઘરે પરત આવતા તેને પૂછતા જણાવેલ કે સુનીલ મને પટાવી, ફોસલાવીને બળજબળીથી લગ્ન કરવાના ઈરાદે લઈ ગયો હતો અવાર-નવાર બળાત્કાર કર્યો હતો. સગીરાના આ બયાનથી બોડેલી પોલીસ હરકતમાં આવી સુનીલની ધરપકડ કરી તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.