Gujarat

બોડેલી વીજકંપનીના પેટા કોન્ટ્રાક્ટરે નાણાં ન ચૂકવતા કડિયાની ભૂખ હડતાળ

(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.ર૭
બોડેલી ખાતે વીજ કંપનીની બિલ્ડિંગના પેટા કોન્ટ્રાક્ટર દ્વારા કડિયાને મજૂરીના નાણાં ન ચૂકવતા કડિયા ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી બે દિવસથી વીજ કંપની બહાર ભૂખ હડતાળ પર બેસી પોતાના મજૂરીના નાણાંની માંગ કરી રહ્યો છે.
બોડેલી ખાતે જૂની વીજકંપનીની ઈમારત પર બીજા માળનું કામ કોન્ટ્રાક્ટરે દિવાળી અગાઉ પૂરૂં કરી દીધું હતું. જેમાં બિલ્ડિંગમાં કડિયા કામ કરતા સંતોષભાઈ જવાહરલાલ ગૌડેનો હિસાબ કરતા તેણે હિસાબ બાદ પ૩,પપ૦ રૂપિયા પેટા કોન્ટ્રાક્ટરે ચૂકવવાના આવતા હતા. સંતોષભાઈ નાણાંની માંગ કરતા હિસાબ કરતા હોછા નાણાં આપવાનું કહી પેટા કોન્ટ્રાક્ટર સંતોષકારક જવાબ ન આપતા સંતોષભાઈએ બોડેલી પોલીસ મથકે પેટા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આપ્યા બાદ આ અંગે કોઈ નિકાલ ન આવતા આખરે સંતોષભાઈ પેટા કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી છેલ્લા બે દિવસથી બોડેલી કંપનીની બહાર ખાધા-પીધા વિના ભૂખ હડતાળ પર બેસી ગયા છે. જ્યારે વીજ કંપની પર આવતા મુલાકાતીઓ આ દશ્ય જોઈ સંતોષભાઈને આશ્વાસન આપે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.