ગયા, તા.૧
ર૦૧૩માં ગયા શહેરમાં મહાબોધી મંદિર પરિસરમાં સિરીયલ બ્લાસ્ટ કરી શહેરને હચમચાવી મૂકવાના આરોપસર પકડાયેલ પ આરોપીઓને એનઆઈએની કૌર્ટે શુક્રવારે આજીવન કારાવાસની સજા ફટકારી હતી. એનઆઈએ કોર્ટના ન્યાયાધીશ મનોજકુમારે ઉમરસીદ્દીક, અઝરૂદ્દીનસિદ્દીકી, તોસરઅલી, મુજીબુલ્લાહ અન્સારી અને ઈમ્તીયાઝ અન્સારીને દોષિત ઠરાવી આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેમ સરકારી વકીલ લલનકુમારે જણાવ્યું હતું. ગયામાં બુદ્ધમંદિર ખાતે દેશ-વિદેશના પ્રવાસીઓની હત્યા કરવા માટે ૭ જુલાઈ ર૦૧૩ના રોજ સિરીયલ બ્લાસ્ટ કરાયા હતા. ૧૩ જેટલા બોમ્બ મુકાયા હતા જેમાં ૧૦ ફુટ્યા હતા. ૩ બોમ્બને ડીફયુઝ કર્યા હતા. બોમ્બ બ્લાસ્ટમાં પ યાત્રાળુઓ સહિત ર બુદ્ધ સાધુઓ ઘવાયા હતા. બોધીગયા મંદિર યુનેસ્કોનું વર્લ્ડ હેરીટેઝ સાઈટ છે. જ્યાં રપ૦૦ વર્ષ પહેલા બુદ્ધને જ્ઞાન થયું હતું.