(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૮
વાઘોડિયા રોડ ઉપર રહેતા એક બોગસ ડે.સપ્લાય ઓફિસર કમ ડે. મામલતદારે એક વિવાહિત મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. બદચલન પત્નીથી છૂટકારો મેળવવા પતિએ અદાલતનો દ્વાર ખખડાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા રોડ ઉપર રહેતી પિન્કી નામની મહિલા તેના પતિ સાથે દુબઈ રહેતી હતી. પરંતુ પુત્રના અભ્યાસ માટે તે વડોદરા પરત આવી હતી. પતિ કમાણી કરવા દુબઈ રોકાયો હતો. દરમિયાન પિન્કીને તેના પડોશમાં રહેતા એક બોગસ ડે.સપ્લાય ઓફિસર કમ ડે.મામલતદાર કિરીટ અમીને પોતાની મોહજાળમાં ફસાવી હતી. બંને પ્રેમીઓ જ્યારે એકાંતમાં ઘર કે હોટલમાં મળે ત્યારે અંગત પળોના ફોટા મોબાઈલમાં પાડતા પિન્કી પણ હોશભેર તેના મોબાઈલમાં અંગત પળોના ફોટા પાડી ખુશી થતી હતી. પતિએ પિન્કીને દુબઈથી વડોદરા મોકલતી વખતે આપેલા સ્માર્ટ ફોનમાં ગુગલ ઈ મેઈલ આઈડી ડાઉનલોડ કરી લીધુ હતું. જેથી પિન્કીના ફોનનો તમામ ડેટાએ ઈમેઈલ આઈડીમાં ડાઉનલોડ થઈ જતો હતો. પરંતુ પિન્કીને આ ટેકનોલોજીનું ભાન ન હતું. પિન્કી અને કિરીટ અમીન અંગત પળોના તમામ ફોટા પિન્કીના મોબાઈલમાં પાડી સેવ કરતા હતા. પત્નીની બેવફાઈથી ખફા થયેલો પતિ વડોદરા આવી તેણે પિન્કીનો મોબાઈલ ચેક કર્યો ત્યારે એ તમામ અસ્લિલ તસવીરો પાતની આંખે જોઈ અંધારા આવી ગયા હતા. વાઘોડિયા રોડ ઉપર રહેતો કિરીટ અમીન નામનો શખ્સ અગાઉ મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો. કોન્ટ્રાક્ટ પુરો થતાં તેને છુટો કરી દેવામાં આવ્યો હતો. બેકાર બની ગયેલો કિરીટ અમીન તેની વેગનઆર કાર ઉપર ડે. સપ્લાય ઓફિસર (ડીએસઓ) તેમજ ડે.મામલતદાર લખેલુ રાખી પ્રભાવ પાડવા પ્રયત્ન કરતો. ગત તા.૨જીએ પાણીગેટ પોલીસે વાઘોડીયારોડ ઉપર કિરીટ અમીનને ઝડપી પાડ્યો હતો.