ખોલવડ, તા.૧૯
આલુપુરીની લારીવાળા સાથે થઈ રહેલ બોલાચાલીમાં નાસ્તો કરવા પહોંચેલા ત્રણ યુવાનો પૂછવા જતા જ તેમના ઉપર જ તૂટી પડતા એકને ઈજા થઈ હતી. ત્રણ મોટરસાઈકલ ઉપર આવેલ અજાણ્યા શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ખોલવડ રહેમતનગર ખાતે રહેતો સમીરખાન જાકીરખાન ખોખર તા.૧૮/૧/૧૮ના રોજ તેના મિત્ર વાવના પ્રકાશ ઠાકોરભાઈ અને કામરેજ ચાર રસ્તા પાસે રહેતો નીલ રતીલાલ પરમાર કામરેજ ચાર રસ્તા કેળામંડળી સામેના સર્વિસ રોડ ઉપર આવેલ સમીરભાઈ આલુપુરીની લારી ઉપર આલુપુરી ખાવા ગયા હતા. ત્યાં ત્રણ ચારેયજણા સમીરભાઈ સાથે બોલાચાલી કરતા હતા ત્યારે તેમના મિત્ર પૂછવા જતાં તેમના ઉપર લારીવાળાએ તેમને માર માર્યો હતો. સમીરખાન છોડાવવા જતા ત્રણ મોટરસાઈલ ઉપર નવેક જણા અજાણ્યા શખ્સો આવી સમીરખાનને અને તેના મિત્રોને મારવા લાગ્યા હતા. જેમાં સમીરખાન અને પ્રકાશભાઈ લોખંડના પાઈપ અને તિક્ષ્ણ હથિયાર વડે ઈજા કરતા સમીરખાન બેભાન થઈ ગયો હતો. અજાણ્યા ઈસમો મોટરસાઈકલો મૂકી ભાગી છૂટ્યા હતા. ખાનગી દવાખાને જઈ સારવાર લઈ ત્રણેય મિત્રોએ પોલીસ મથકે જઈ ત્રણ મોટરસાઈકલ ઉપર આવેલ નવેક જટલા અજાણ્યાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સમીરખાનની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કામરેજ : બોલાચાલીમાં બે યુવક પર અજાણ્યા નવ શખ્સોનો હુમલો

Recent Comments