(એજન્સી) થાણે, તા.ર૭
મહારાષ્ટ્રમાં પાલઘટ પોલીસે પાંચ વર્ષીય બાળકનું અપહરણ કરવા બદલ ત્રણ જણાની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપી મુકેશ સાકત બાળકના માતા-પિતાને પહેલાંથી ઓળખતો હતો અને તેને બોલીવૂડમાં જવાના સપનાને લઈને બાળકનું અપહરણ કરવાનો કારસો રચ્યો હતો.
જ્યારે અપહરણકર્તાના ડરી જવાને કારણે થોડા કલાકો બાદ બાળકને છોડી દેવામાં આવ્યો હતો.
બાળકનું અપહરણ તેના ઘર પાસે કરવામાં આવ્યું હતું અને સાથે અપહરણકર્તાઓએ તેના માતા-પિતાને ફોન કરી ૬ લાખ રૂપિયાની માંગ કરી હતી. પોલીસે પાલઘટ ખાતે બાળકની શોધખોળ હાથ ધરી હતી. અને રાતે પોલીસને બાળક ફૂટપાથ પર અપહરણકર્તા સાથે સૂતેલો જોવા મળ્યો હતો. પોલીસે બાળકને શોધી માતા-પિતાને સોંપ્યો હતો અને ત્રણ અપહરણકર્તાને ઝડપી પાડ્યા હતા.