નવી દિલ્હી, તા. ૧૪
રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિત એજી પેરાલીવલનની અરજી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને સીબીઆઇનેનોટિસ મોકલીને જવાબ માગ્યો છે. બંનેને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે, પેરારીવલને પોતાની અરજીમાં તેની આજીવન કેદની સજાને રદ કરવા અપીલ કરી હતી. અરજીમાં કહેવાયું હતુ ંકે, જ્યાં સુધી મલ્ટિ ડિસ્પ્લેનરી એજન્સીની તપાસ પૂરી નહીં થાયત્યાં સુધી તેની સજા રદ કરવામાં આવે. આ એજન્સી ૧૯૯૮માં જસ્ટિસજૈન કમિશનની ભલામણોને આધારે બની હતી.પેરારીવલનના વકીલે કહ્યું કે, તે ૨૬ વર્ષથી જેલમાં છે અને તેણે ૯ વોલ્ટની બે બેટરી પૂરી પાડવા માટે દોષીત ઠેરવાયો હતો જેને બાદમાં બોમ્બ બનાવી રાજીવ ગાંધીનીહત્યા કરવામાં આવી હતી.
તેમણે સીબીઆઇના એસપી ત્યાગરાજનના સોગંદનામાનો હવાલો આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, પેરારીવલનને બેટરી સપ્લાય અંગેસવાલો કરવામાં આાવ્યા નહોતા. એમડીએમએ પણ અત્યારસુધી એ શખ્સની પૂછપરછ કરી શકી નથી જેણે બોમ્બ બનાવ્યા હતા અને તે હાલ શ્રીલંકામાં છે. રાજીવ ગાંધીની હત્યા માટે માનવબોમ્બ બનવાના ષડયંત્ર અંગે સીબીઆઇના રિપોર્ટ પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે. પાછલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, રાજીવ ગાંધીની હત્યા માટે માનવ બોમ્બ બનવાના ષડયંત્રનો કેસ શું ફરી ખોલવામાં આવ્યો છે. માનવ બોમ્બ બનવાના ષડયંત્રના કેસનો ઉકેલ આવ્યો ખરો. સુપ્રીમ કોર્ટે સીબીઆઇ પાસેથી આ મામલે આગળની તપાસ માટે ચાર સપ્તાહમાં સીલ કવરમાં સ્ટેટસ રિપોર્ટ માગ્યો છે. બીજી તરફ આ પહેલા રાજીવ ગાંધી હત્યાકાંડમાં સજા પામેલા પેરારીવલનની જૈન કમિશનના આાધારે આગળની તપાસની અરજી પર સુપ્રીમે સીબીઆઇને સવાલ કર્યો હતો.
બોમ્બ બનાવવા માટે બેટરી મેળવનારા રાજીવ ગાંધીના હત્યારાએ ૨૬ વર્ષ જૂની જુબાની આપી

Recent Comments