(એજન્સી) મુંબઇ,તા.૨૭
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદે શપથ લે તે પહેલાં બોમ્બે હાઇકોર્ટે એક ટકોર કરી છે. ઉદ્ધવ ઠાકરેનો શપથ સમારોહ મુંબઇના શિવાજી પાર્કમાં યોજાવાનો છે. ત્યારે હાઇકોર્ટે કહ્યું છે કે સાર્વજનિક મેદાનોમાં સમારોહ આયોજીત કરવાની પરંપરા ન બનવી જોઇએ.
જસ્ટીસ એસ.સી.ધર્માધિકારી અને આર.આઇ.ચાગલાની ખંડપીઠે સુનાવણી દરમિયાન જણાવ્યું કે સાર્વજનીક મેદાન પર આ પ્રકારના સમારોહ આયોજીત કરવો તે એક નિયમિત પરંપરા ન બનવી જોઇએ. જે બાદ દરેક કોઇ આવા સમારોહ માટે જમીનનો ઉપયોગ કરવા ઇચ્છશે.
એનજીઓ વેકોમ ટ્રસ્ટ દ્વારા આ મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એનજીઓ દ્વારા જાહેરહિતની અરજી દાખલ કર્યા બાદ હાઇકોર્ટે ૨૦૧૦માં આ વિસ્તારને સાઇલેન્સ ઝોન જાહેર કર્યો હતો.