(એજન્સી) કરાચી, તા.ર૦
એક આતંકી જે બે વર્ષ પહેલાં અફઘાનિસ્તાનમાં વિદેશી સૈન્ય સામે લડવા ગયો તો તેની પાકિસ્તાનના બ્લુચિસ્તાન પ્રાંતમાં થયેલ વિસ્ફોટમાં આત્મઘાતી સુસાઈડ બોમ્બર તરીકે ઓળખ થઈ છે. કાઉન્ટર-ટેરેરીઝમ વિભાગના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલે કહ્યું કે સુસાઈડ બોમ્બરની ઓળખ હાફિઝ નવાઝ તરીકે થઈ છે જે થટ્ટાથી ૩ર કિ.મી. દૂર આવેલ મીરપુર સકરોનો રહેવાસી છે. તેમણે કહ્યું કે બોમ્બરની ઓળખ તેના હાથ પરથી થઈ છે જે ઘટનાસ્થળ પરથી મળ્યો હતો. બેઠક દરમિયાન સુસાઈડ બોમ્બર ચોથી લાઈનમાં બેઠો હતો અને વિસ્ફોટ કરવા જતાં પહેલાં તે સ્ટેજની નજીક જતો રહ્યો. ઓફિસરે જણાવ્યું. આત્મઘાતી સુસાઈડ બોમ્બરના પરિવારે તેમનો પુત્ર અફઘાનિસ્તાન ગયો હોવાની પુષ્ટિ કરી હતી. બ્લુચિસ્તાનમાં ૧૩ જુલાઈના રોજ વિસ્ફોટ થયો હતો. જેમાં ૧૪૯ લોકો માર્યા ગયા હતા અને ર૦૦ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના મસ્તાંગમાં ૧૪૯ લોકોની હત્યા કરનારા સુસાઈડ બોમ્બરની ઓળખ થઈ

Recent Comments