(એજન્સી) લંડન,તા.ર૩
પૂર્વ વિદેશમંત્રી બોરીસ જોન્સન બ્રિટનના આગામી નવા વડાપ્રધાન હશે. કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર જોનસને તેમના હરીફ ઉમેદવારને જંગી મતોથી હરાવી કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા પદે ચૂંટાયા હતા. બોરીસ જોન્સનને ૯ર,૧પ૩ મત (૬૬ ટકા) જયારે હરીફ ઉમેદવાર જેરમી હન્ટને ૪૬,૬પ૬ મત મળ્યા હતા. કન્ઝર્વેટીવ પાર્ટીના કુલ ૧,પ૯,૩ર૦ સભ્યોમાંથી ૮૭.૪ ટકા સભ્યોએ નેતા ચૂંટવા મતદાન કર્યું હતું. પપ વર્ષના બોરીસ જોન્સન બ્રેકિઝટના પ્રબળ સમર્થક છે. તેમણે બ્રેકિઝટના પક્ષમાં જોરદાર અભિયાન ચલાવ્યું હતું. કન્ઝર્વેટીવ પાર્ટીના નવા નેતા ચૂંટાયા બાદ તેમણે ૩૧ ઓકટોબર સુધી ઈયુ યુકેએ અલગ કરવાની બ્રેકિઝટથી પ્રક્રિયા પુરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી. હાલના વડાપ્રધાન ટેરીઝાએ રાણી એલિઝાબેથને રાજીનામું મોકલતા પહેલા ટાઉન ઓફ કોમર્સમાં અંતિમ વખત સવાલોનો સામનો કરશે. પાર્ટીમાં વિહોર બાદ તેમણે રાજીનામાની જાહેરાત કરી હતી. બ્રેકિઝટ બ્રિટીશ સંસદમાં પાસ કરાઈ શકાઈ ન હતી. નાણામંત્રી હેમંડ સહિત નાણા કેબિનેટ મંત્રીઓએ જોનસનના નેતૃત્વમાં કામ કરવાનો ઈન્કાર કર્યો છે. બોરીસ જોન્સન લંડનના પૂર્વ મેયર છે પૂર્વ વિદેશમંત્રી છે. તેઓ ટેલિગ્રાફ અખબારમાં સાપ્તાહિક કોલમ લખે છે. જોન્સન બુધવારે વડાપ્રધાન પદના શપથ લેશે.
બોરીસ જોન્સન બ્રિટનના આગામી વડાપ્રધાન બનશે

Recent Comments