(સંવાદદતા દ્વારા) ભાવનગર,તા.૧૧
બોટાદ પોલીસ મથકમાં એક અરજદારે એવા મતલબની અરજી કરી હતી કે, અરજદાર ફરિયાદીએ તેની આઈશર ગાડી ગામના જ કોઈ ભોળાભાઈ નામની વ્યક્તિને વેચાણથી આપી હતી.
આ ફરિયાદીએ ગાડીની ખરીદી કરનાર ભોળાભાઈને તેની ગાડીના હપ્તા ભરી દેવાની વારંવાર સૂચના આપી હતી. છતાં પણ હપ્તા નહીં ભરાતાં ફરિયાદીએ ગાડી પાછી આપવાનું કહ્યું હતું. તેમ છતાંય આરોપી ભોળાભાઈએ ફરિયાદીને તેમની આઈશર ગાડી પાછી આપી ન હતી અને લોનના હપ્તા ભર્યા ન હતા. જેથી ફરિયાદી અરજદારે ભાવનગર એસીબી ઓફિસે પહોંચી જઈ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે રવિવારે ભાવનગર એસીબી પીઆઈ ચૌહાણ, સતીષભાઈ ચૌહાણ સહિતના સ્ટાફે બોટાદ પોલીસે સ્ટેશનમાં એસીબીએ છટકું ગોઠવી બોટાદ સ્ટેશનના પીએસઆઈ વી.બી.વસોયા તથા પોકો.હસમુખભાઈ પરમારને અરજદાર પાસેથી રંગેહાથ રોકડ રૂા.ર૦,૦૦૦ની રકમની લાંચ સ્વીકારતાં બન્ને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી કરી હતી.