વૉશિંગ્ટન,તા.૬
અમેરિકાના વિવાદાસ્પદ પૂર્વ હૈવીવેટ બોક્સર ચેમ્પિયન માઇક ટાયસન પહેલી વખત ભારત પ્રવાસે આવશે. ટાયસનનું કુમિતે ૧ લીગ પહેલી ફાઇટ નાઇટમાં ભાગ લેવાનો કાર્યક્રમ છે, જે ૨૯ સપ્ટેમ્બરે મુંબઇમાં યોજાશે. મંગળવારે આ વાતની જાહેરાત કરવામાં આવી.
લીગ આયોજકોનું કહેવું છે કે આ પહેલી તક છે, જ્યારે આ હેવીવેટ ચેમ્પિયન આ મિશિરુત માર્શ આર્ટ્‌ લીગના મેન્ટરના રૂપમાં દેશની મુલાકાત કરશે. આ લીગને અખિલ ભારતીય મિશ્રિત માર્શ આટ્‌ર્સ ફાઉન્ડેશન અને વિશ્વ કિકબોક્સિંગ મહાસંઘની માન્યતા મળી છે. લીગના પહેલા સત્રમાં વિવિધ દેશોની આઠ ટીમોની વચ્ચે હરિફાઇ યોજાશે. આયોજકોએ જણાવ્યું કે પ્રત્યેક ટીમમાં ૯ બોક્સર હશે જેમાંથી ૨ મહિલા હશે. સામાન્ય રીતે બોક્સરોની વાઇફમાં ખૂબ જ ટિ્‌વટસ્ટ એન્ડ ટર્ન હોય છે, પરંતુ બોક્સર ટાયસન જાણીતા અને કુખ્યાત બંને રહ્યા છે.