નવી દિલ્હી,તા.૨
વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઇન્ડિયા ઓક્ટોબર અને નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ રમશે. ભારત છેલ્લા સાત વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટૂર્નામેન્ટની સેમિફાઇનલ અને ફાઇનલમાં પહોંચે છે, પરંતુ ટ્રોફી જીતી શકતું નથી. ટીમે છેલ્લે ૨૦૧૩માં એમએસ ધોનીની કપ્તાનીમાં ઇંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. લારાએ કહ્યું કે, ” કોહલીની ટીમ આઈસીસીની દરેક ટૂર્નામેન્ટ જીતવા સક્ષમ છે. તેમણે ખુશ થવું જોઈએ કે તાજેતરમાં મેજર ટૂર્નામેન્ટ ન જીતવાના કારણે બધા તેમને ટાર્ગેટ કરે છે. બધાને ખબર છે કે તેમણે ભારત સામે મહત્ત્વની મેચ રમવાની રહેશે, પછી તે ક્વાર્ટરફાઇનલ, સેમિફાઇનલ અથવા ફાઇનલ પણ હોઈ શકે. ભારત ટી-૨૦ વર્લ્ડ કપ જીતવા સક્ષમ છે.”
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાનું માનવું છે કે, “સ્ટીવ સ્મિથ નહીં, પરંતુ વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને રોહિત શર્મા ટેસ્ટ તેનો હાઈએસ્ટ ૪૦૦* રનનો રેકોર્ડ તોડી શકે છે.” લારાએ ૨૦૦૪માં ઇંગ્લેન્ડ સામે અણનમ ૪૦૦ રન કર્યા હતા. છેલ્લા ૧૫ વર્ષથી ક્રિકેટના સૌથી લાંબા ફોર્મેટમાં તે રેકોર્ડ કાયમ છે. લારાએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયા માટે ચોથા ક્રમે બેટિંગ કરતા સ્મિથ માટે આ રેકોર્ડ તોડવો અઘરો છે. તે મહાન પ્લેયર છે પરંતુ તેનું બોલિંગ આક્રમણ પર વર્ચસ્વ હોતું નથી. વોર્નર હમણા મારા રેકોર્ડની નજીક આવ્યો હતો અને ગમે ત્યાર તોડી શકે છે.